Ahmedabad : વિરમગામમાં દુકાનદારો પાસે જબરજસ્તી નાણાં ઉધરાવતો બોગસ પત્રકાર ઝડપાયો, પોલીસ ફરિયાદ દાખલ

|

Jul 29, 2021 | 2:42 PM

વિરમગામના ગોળપીઠા વિસ્તારમાંથી વેપારીઓએ તોડબાજ પત્રકારને ઝડપી પાડીને ટાઉન પોલીસના હવાલે કર્યો છે. જેમાં દુકાનદારો અને વેપારીઓએ બોગસ પત્રકાર હસમુખ વ્યાસ સામે પોલીસ (Police)ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ જિલ્લાના વિરમગામ(Viramgam) ના ગોળપીઠા વિસ્તારમાંથી વેપારીઓએ તોડબાજ પત્રકારને ઝડપી પાડીને ટાઉન પોલીસના હવાલે કર્યો છે. જેમાં દુકાનદારો અને વેપારીઓએ બોગસ પત્રકાર હસમુખ વ્યાસ સામે પોલીસ (Police)ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી પ્રમાણે હસમુખ વ્યાસ નામનો આ શખ્સ વાઈબ્રન્ટ લાઈવ ન્યૂઝ ચેનલના નામે ડિસ્કો તેલ-ઘીના વેપારીઓ પાસેથી તોડ કરતો હતો.

તે પત્રકાર તરીકેની ઓળખ આપીને દુકાનદારને કહેતો કે “તમે લોકોને લૂંટો છો, દુકાન સીલ કરાવીને, સમાચાર પ્રસારિત કરી તમારા વિરૂદ્ધ પોલીસ કેસ કરાવીશ સાથે જ તેણે વેપારીઓને ધમકી આપી હતી કે આ બધા ચક્કરમાં ન પડવું હોય તો પતાવટ માટે રૂપિયા 51 હજાર આપો.

જેમાં ડરના માર્યા એક વેપારીએ 21 હજાર અને બીજા વેપારીએ 11 હજાર આપ્યા હતા. જોકે બાદમાં વેપારીઓએ હસમુખ વ્યાસ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ સામે કલમ 384 અને કલમ 114 મુજબ ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો : Health Tips : આ 6 બેસ્ટ સુપર ફૂડ્સને ડાયટમાં સામેલ કરી શકાય છે

આ પણ વાંચો : Income Tax: હવે ટેક્સ બચાવવા ચાલાકી કરવી ભારે પડી શકે છે, Income Tax વિભાગે ટેક્નોલોજીની મદદથી કરચોરોને શોધી નોટિસ ફટકારવાની શરૂઆત કરી

Published On - 2:39 pm, Thu, 29 July 21

Next Video