Ahmedabad : મુંબઇના બે બાઇકસવારોનો અનોખો દેશપ્રેમ, કારગીલમાં સૈનિકો સાથે રક્ષાબંધનનું પર્વ ઉજવશે

|

Aug 13, 2021 | 6:39 PM

કારગીલ સરહદે તૈનાત સેનાના વીર જવાનો સાથે મુંબઈના બે યુવાનો રક્ષાબંધન પર્વની ઉજવણી કરશે. મુંબઈના અશોક વાઢીયા અને વૈભવ માંગેલા મુંબઈથી સાડા ત્રણ હજાર કિલોમીટરનું અંતર કાપી કારગીલ પહોંચશે.

Ahmedabad : કારગીલ સરહદે તૈનાત સેનાના વીર જવાનો સાથે મુંબઈના બે યુવાનો રક્ષાબંધન પર્વની ઉજવણી કરશે. મુંબઈના અશોક વાઢીયા અને વૈભવ માંગેલા મુંબઈથી સાડા ત્રણ હજાર કિલોમીટરનું અંતર કાપી કારગીલ પહોંચશે. આ બાઈકર્સ ગ્રૂપના યુવાનો સરહદે તૈનાત જવાનોની બહેનો પાસેથી રાખડીઓ એકઠી કરી જવાનો સુધી પહોંચાડશે. ભારતીય સેનાની દુર્ગમ સરહદી પોસ્ટ પર તૈનાત જવાનો સુધી કેટલીક વખત રાખડીઓ પહોંચતી નથી. દેશનું રક્ષણ કરતા વીરો સુધી બહેનની રાખડી અને સંદેશ પહોંચાડી રક્ષાબંધન પર્વ ઉજવશે. આ યુવાનોના ગ્રૂપે ગત વર્ષે પણ કારગીલ જઈ જવાનોને રાખડી બાંધી હતી. આ યુવાનો કારગિલથી મુંબઈ પરત ફરવાની એટલે કે અંદાજે સાત હજાર કિલોમીટરની મુસાફરી ટુ-વ્હીલર પર કરશે.

 

Next Video