Ahmedabad : ગણપતિનો વિશેષ શણગાર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર, કોરોના અંગે જાગૃતિનો પ્રયાસ

|

Sep 19, 2021 | 6:31 AM

અમદાવાદમાં ગણેશ વિસર્જન પૂર્વે લોકોએ ગણપતિનો વિશેષ શણગાર કર્યો હતો. જેમાં થીમમાં કોરોનાના લઇને લોકડાઉન અને હોસ્પિટલ સહિતની બાબતો પ્રદર્શિત કરી હતી.

અમદાવાદ(Ahmedabad) માં ગણેશ મહોત્સવની(Ganesh Festival)ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં શનિવારે છેલ્લા દિવસે સેટેલાઇટ માં ગેલેક્સી પરિવાર દ્વારા ગણપતિના વિશેષ શણગાર સાથે છેલ્લો દિવસ ઉજવાયો હતો. તેમજ ગણેશ વિસર્જન પૂર્વે લોકોએ ગણપતિનો વિશેષ શણગાર કર્યો હતો. જેમાં થીમમાં કોરોનાના લઇને લોકડાઉન અને હોસ્પિટલ સહિતની બાબતો પ્રદર્શિત કરી હતી. તેમજ કોરોના પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને વધુ સતર્ક બને તેવો પ્રયાસ કરાયો હતો.

આ ઉપરાંત અમદાવાદમાં રવિવારે ગણેશ વિસર્જન ને લઈને પોલીસ વિભાગ દ્વારા આ સઘન બંદોબસ્ત ની તૈયારી કરવામાં આવી છે જેમાં 13 ડીસીપી 20 એસીપી 70 પી.આઈ 250 પીએસઆઇ 5700 હેડ કોન્સ્ટેબલ 3 એસ.આર.પી ટીમ 1 આર.એ.એફ ટીમ મળીને સમગ્ર અમદાવાદ માં 9000 જેટલા પોલીસ કર્મચારીઓ સ્ટેન્ડ બાય રહી ફરજ બજાવશે.

અમદાવાદમાં પોલીસ ખાતા દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે જરૂર ના હોય તો પોતાના સ્થળ પર જ વિસર્જન કરવામાં આવે સાથે જાહેર મા વિસર્જન થાય તો સરકારની ગાઈડ લાઈન ના પાલન સાથે વિસર્જન કરે. જ્યારે વિસર્જન પૂર્વે રિવર ફ્રન્ટ ખાતે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : પાટણમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

આ પણ વાંચો : Surat: ખાનગી હોસ્પિટલમાં જે સારવારનો ખર્ચ થાય છે લાખોમાં, તે સારવાર ફ્રીમાં કરી સુરત સિવિલના તબીબોએ બચાવ્યો બાળકનો જીવ

 

Next Video