Ahmedabad: Union budget 2023-24 હોમલોનના દરમાં ઘટાડા, ટેકસટાઇલ પાર્કની સાથે કપાસના વાયદા બજાર બંધ થવાનો આશાવાદ જાણો શું છે સ્થાનિક ઉદ્યોગકારોની અપેક્ષા

|

Jan 26, 2023 | 9:31 AM

હાલ ટેક્સટાઇલમાં ચાઇના, વિયેતનામ અને બાંગ્લાદેશથી આવતા કપડા પર એન્ટી ડમ્પંગ ડ્યુટી લગાવવામાં આવે અને યુરોપિયન યુનિયન, યુનાઇટેડ સ્ટેટ્સ સાથે મુક્ત વેપાર કરારની અપેક્ષા રાખવામાં આવી રહી છે. અમદાવાદના વેપારીઓ અમદાવાદમાં ટેકસટાઇલ પાર્કની પણ આશા રાખી રહ્યા છે.

Ahmedabad: Union budget 2023-24 હોમલોનના દરમાં ઘટાડા, ટેકસટાઇલ પાર્કની સાથે કપાસના વાયદા બજાર બંધ થવાનો આશાવાદ જાણો શું છે સ્થાનિક ઉદ્યોગકારોની અપેક્ષા
Budget2023

Follow us on

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામન નરેન્દ્ર મોદી સરકાર 2.0 નું આવતા સપ્તાહે અંતિમ પૂર્ણ કક્ષાનું  કેન્દ્રીય બજેટ  2023-24 રજૂ  કરવા માટે જઈ રહ્યા છે. આ બજેતથી મધ્યમ વર્ગથી લઈ ઉદ્યોગકારો તમામ વર્ગેને આશા-અપેક્ષાઓ બંધાઈ છે. અમદાવાદના મુખ્ય બે ઉદ્યોગ ટેકસટાઇલ અને બાંધકામ ક્ષેત્ર બજેટ માટે આશાવાદ છે.

ડેવલપર PMAY સ્કીમ પુનઃ શરૂ થવાની અને હોમલોન દર ઓછા થવાની આશા રાખી રહ્યા છે તો ટેકસટાઇલ ઉદ્યોગ કોટન ઈમ્પોર્ટ ડ્યુટી નાબુદી અને કપાસ વાયદા બજાર બંધની અપેક્ષા રાખી રહ્યો છે.

બાંધકામ ક્ષેત્રની બજેટથી આશાઓ

મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે

કોરોના પછીના વર્ષમાં રિયલ એસ્ટેટની માનગમાં વધારો જોવા મળતા દેશના મોટા શહેરોમાં રહેણાંક પ્રોપર્ટીમાં 10 ટકાથી પણ વધુની ડિમાન્ડ જોવા મળી હતી. વ્યાજદર વધારા-ઘટાડાની અસર હોમલોન અને ત્યારબાદ સીધી રીતે ઘર ખરીદી પર જોવા મળતી હોય છે. છેલ્લા બે વર્ષમાં હોમ લોનના દર બે ટકા જેટલા વધી ગયા છે ત્યારે રિયલ એસ્ટેટ ક્ષેત્ર બજેટમાં હોમ લોન ના દર ઓછા થવાની આશા રાખી રહ્યો છે.

આ સિવાય પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળવા યોગ્ય સબસીડી સ્કીમ પુનઃ શરૂ કરવા માંગ થઈ રહી છે. ક્રેડાઈ અમદાવાદ ગાહેડ ના પ્રમુખ તેજસ જોશીએ જણાવ્યું કે વ્યાજદર વધારાની અસર હોમલોનના દર પર થતી હોવાથી સેલેરી પર્સનને સમશ્યાઓ થાય છે. સરકારે એફોર્ડબલ ઝોન કે જેમાં 25 થી 75 લાખના ઘર આવતા હોય એમના માટે અલગ થી ઓછા હોમલોન દર રાખવા જોઈએ કે જેનાથી તમામ લોકો પોતાના ઘરના ઘરનું સપનું પૂર્ણ કરી શકે.

ટેકસટાઇલ ઉદ્યોગની બજેટમાં આશા

ખેતી બાદ સૌથી વધારે રોજગાર પૂર્ણ પાળનાર ટેક્સટાઇલ ઉદ્યોગ પણ બજેટથી મોટી આશાઓ રાખી રહ્યું છે. જેમાં કોટન ઈમ્પોર્ટ ડ્યુટી નાબુદ કરવાની માંગ થઈ રહી છે. છેલ્લા બે વર્ષથી જે પ્રકારે કપાસ ના ભાવમાં વધારો થયો છે તે પ્રમાણે અન્ય દેશોના કપડા સામે ભારતીય ઉદ્યોગને ટકાવવા માટે કપાસને વાયદા બજારમાંથી દૂર કરવાની પણ માંગ થઈ રહી છે.

ટેકસટાઇલ માર્કેટમાં ઉઠામણા અને ઠગાઈના કેસો વધી રહ્યા છે ત્યારે ચેક રિટર્ન કેસની કલમ 138 ની અમલવારી વધારે કડકાઈપૂર્ણ બનાવવામાં આવે એવી પણ આશા રખાઈ રહી છે. તો હાલ ટેક્સટાઇલમાં ચાઇના, વિયેતનામ અને બાંગ્લાદેશથી આવતા કપડા પર એન્ટી ડમ્પંગ ડ્યુટી લગાવવામાં આવે અને યુરોપિયન યુનિયન, યુનાઇટેડ સ્ટેટ્સ સાથે મુક્ત વેપાર કરારની અપેક્ષા રાખવામાં આવી રહી છે. અમદાવાદના વેપારીઓ અમદાવાદમાં ટેકસટાઇલ પાર્કની પણ આશા રાખી રહ્યા છે.

Published On - 8:16 am, Thu, 26 January 23

Next Article