અમદાવાદ : તમને એક જ છત નીચે લેટેસ્ટ મોડેલની લક્ઝુરિયસ કારનો ખડકલો જોવા મળશે, બે દિવસીય લકઝરી કાર શો ‘ઓટો ડી લ્યુક્સ’ ની શરૂઆત

એવર મીડિયા દ્વારા જેડ બેન્કવેટ ખાતે 18 અને 19 ફેબ્રુઆરીના બે દિવસીય લકઝરી કાર શો 'ઓટો ડી લ્યુક્સ' ની શરૂઆત કરી છે. જેમાં ફ્રી રજીસ્ટ્રેશન રાખવામાં આવ્યું છે.

અમદાવાદ : તમને એક જ છત નીચે લેટેસ્ટ મોડેલની લક્ઝુરિયસ કારનો ખડકલો જોવા મળશે, બે દિવસીય લકઝરી કાર શો ઓટો ડી લ્યુક્સ ની શરૂઆત
AHMEDABAD: Under one roof, you will see the rocks of the latest model luxury cars
| Edited By: | Updated on: Feb 19, 2022 | 1:21 PM

અમદાવાદ (Ahmedabad) ખાતે પહેલી વખત લક્ઝરી કાર શો (Luxury car show) ‘ઓટો ડી લ્યુક્સ’ ની શરૂઆત કરવામાં આવી છે. બે દિવસ માટે લકઝરી કાર શોનું ઉદ્ધાટન (Inauguration)ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (C.R.Patil) હસ્તે કરાયું. અલગ અલગ 13 બ્રાન્ડેડ કંપની લક્ઝુરિયસ કાર ડિસ્પ્લેમાં રાખવામાં આવી હતી. જે ભારતીય લક્ઝરી કાર માર્કેટ 2026 સુધીમાં 2 બિલિયન ડોલરથી વધુના મૂલ્ય સુધી પહોંચવાની અપેક્ષા બતાવી હતી.

ભારત વાહનો માટે એક વિશાળ બજાર છે અને લક્ઝરી કાર માટે ખૂબ જ ઊંચી સંભાવના ધરાવે છે. અને તે સંભાવનાઓને પુરી કરવા અને એક નવું પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુસર એવર મીડિયા દ્વારા જેડ બેન્કવેટ ખાતે 18 અને 19 ફેબ્રુઆરીના બે દિવસીય લકઝરી કાર શો ‘ઓટો ડી લ્યુક્સ’ ની શરૂઆત કરી છે. જેમાં ફ્રી રજીસ્ટ્રેશન રાખવામાં આવ્યું છે. આ શોનું બીજેપી ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ શોમાં એસ્ટન માર્ટિન, ફરારી, લેક્સસ, સિટ્રોન, જગુઆર, જીપ,લેન્ડ રોવર, મર્સીડીઝ, મોરિસ ગેરેજ, સ્કોડા, વોલ્વો કાર બ્રાન્ડ અને બાઈક બ્રાન્ડમાં હાર્લી ડેવિડસન, ટ્રાયમ્ફ મોટરસાયકલ્સ, કાવાસાકીના લેટેસ્ટ મોડેલ રજુ કરવામાં આવ્યા હતા. જે અલગ અલગ 13 બ્રાન્ડેડ કંપની લક્ઝુરિયસ કાર ડિસ્પ્લેમાં રાખવામાં આવી છે. જેમાં 45 લાખથી લઈ 7 કરોડ સુધી લક્ઝુરિયસ કાર જોવા મળશે.

લકઝરી કાર શોમાં પહેલી વખત એસ્ટન માર્ટિનની ડીબી એક્સ નામના મોડલ કાર અમદાવાદમાં જોવા મળી જે કાર એક ટચથી ગાડી ઓપરેટ થાય છે. જેની બજાર કિંમત 5 કરોડ રૂપિયા છે. સાથે જ ફરારી રોમા ગાડી પણ 7 કરોડની કિંમત કાર ડિસ્પ્લેમાં રાખવામાં આવી છે. જોકે બે દિવસીય લક્ઝરી કાર શોમાં અમદાવાદીઓને આ વખતે લકઝરી કારની સાથે બાઈક પણ જોવા મળ્યા છે. જેથી યુથમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારત વાહનોનું એક મોટું બજાર છે અને તેમાં લક્ઝરી કાર માટેની ખૂબ જ ઊંચી માંગ જોવા મળે છે. જ્યારે દેશમાં લક્ઝરી કાર માર્કેટમાં પ્રવેશ સ્તર ઓછું છે. પરંતુ અગ્રણી લક્ઝરી કાર ઉત્પાદકો બજારની સંભાવના પર વિશ્વાસ મૂકી રહ્યા છે.

ત્યારે એસ્ટન માર્ટિન, ફરારી, જેવી લકઝરી બ્રાન્ડ્સ સાથે અમદાવાદ આવવા વિષે વાત કરી ત્યારે તેઓ ખુબજ ઉત્સાહિત હતા. કેમકે તેમના માટે ગુજરાત ખુબજ મહત્ત્વનું માર્કેટ છે અને ગુજરાતના લોકો લકઝરી કાર અને ઈન્સ્પિરેશનલ બાઈક બ્રાન્ડ્સ ખુબજ પસંદ કરતા હોય છે. ઓટો ડી લ્યુક્સના આયોજક સૌરીન બાસુ કહ્યું કે 2020 માં વૈશ્વિક લક્ઝરી કાર માર્કેટનું મૂલ્ય લગભગ 410 બિલિયન યુએસડી હતું. આગળના સમયગાળા (2021-2026) દરમિયાન અંદાજે 5% ની સીએજીઆર સાથે 2026માં બજાર વધીને 566 બિલિયન યુએસડી થવાનો અંદાજ છે.

લક્ઝરી કાર બહેતર પર્ફોર્મન્સ ક્ષમતાઓ, સારા ઈન્ટિરિયર્સ, તમામ નવીનતમ સલામતી અને ટેક્નોલોજી સુવિધાઓથી સજ્જ જોવા મળી રહી છે. લક્ઝરી કાર માર્કેટ વાહન પ્રકાર, ડ્રાઇવ પ્રકાર અને ભૂગોળ દ્વારા વિભાજિત થયેલ છે. વાહન પ્રકારના વિભાજનમાં હેચબેક, સેડાન અને એસયુવીનો સમાવેશ થાય છે. જ્યારે ડ્રાઇવ પ્રકારના વિભાજનમાં આઈસી એન્જિન અને ઇલેક્ટ્રિકનો સમાવેશ થાય છે. જોકે લક્ઝરી કારના ઘટકોના ઉત્પાદકો આગલી પેઢીની સ્માર્ટ મોબિલિટી ટેક્નોલોજીના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે, જેમ કે સ્વાયત્ત ડ્રાઇવિંગ, વ્યક્તિગત અવાજ સહાય અને રેટિના ઓળખ, જે આગાહીના સમયગાળા દરમિયાન લક્ઝરી ઈવીના વેચાણને પણ વેગ આપે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો : Kutch: લખપતના સાયણ ગામથી લક્ષ્યપથ પ્રોજેક્ટનો પ્રારંભ, 28 આરોગ્યમિત્રને તાલીમ અપાઇ

આ પણ વાંચો : Surat: લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર પકડાયો