Ahmedabad: યુ. એન. મહેતા હોસ્પિટલ વિરૂદ્ધ ખોટી પોસ્ટ કરનાર ડોકટરની ધરપકડ, છેલ્લા એક વર્ષથી ફેક આઈડી બનાવી કરતો હતો કરતૂત

|

May 26, 2022 | 4:30 PM

સંસ્થાની સમાજમાં બદનામી થાય અને સંસ્થાની છબી સમાજમાં ખરડાય એવું ગુનાહિત કૃત્ય કરનાર વિરોધમાં સાઇબર ક્રાઇમ ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Ahmedabad: યુ. એન. મહેતા હોસ્પિટલ વિરૂદ્ધ ખોટી પોસ્ટ કરનાર ડોકટરની ધરપકડ, છેલ્લા એક વર્ષથી ફેક આઈડી બનાવી કરતો હતો કરતૂત
UN Mehta hospital RMO arrested

Follow us on

ગત જાન્યુઆરી 2022 દરમિયાન કોઇ વ્યક્તિએ ફેસબુક ઉપર ડોક્ટર સતીશ પટેલ નામનું ફેક આઈડી બનાવી બાદમાં તે આઈડી ઉપરથી અમદાવાદ (Ahmedabad) ની યુ એન મેહતા (U. N. Mehta)ઇન્સ્ટિટયુટ ઓફ કાર્ડીઓલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ના પ્રતિષ્ઠિત ડોકટર (Doctor) બાબતે ખોટી અફવા ફેલાવવામાં આવી રહી હતી.  તેમ જ તેમની સંસ્થામાં થતી તમામ ઇવેન્ટમાં થયેલા બનાવને ટ્વીસ્ટ કરતી ખોટી પોસ્ટ મૂકવામાં આવતી હતી. આ પોસ્ટની લિંક ટાર્ગેટ કરેલા ચોક્કસ લોકોને વોટ્સએપ દ્વારા પણ મોકલવામાં આવી હતી. સંસ્થાની સમાજમાં બદનામી થાય અને સંસ્થાની છબી સમાજમાં ખરડાય એવું ગુનાહિત કૃત્ય કરનાર વિરોધમાં સાઇબર ક્રાઇમ ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાબતની પોલીસે તપાસ કરતા ફેસબુક એકાઉન્ટની માહિતી પોલીસે એકઠી કરી અને જુદા જુદા મોબાઈલ નંબર ની માહિતી મંગાવી ટેકનિકલ અભ્યાસ કરતાં સામે આવ્યું કે બે વોઈસ ચેન્જ કરતી એપ્લિકેશનનો ઉપયોગ કરી આ પોસ્ટ કરવામાં આવી હતી. બાદમાં પોલીસે તપાસ કરતા ક્લિનિક કાર્ડિયોલોજિસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા અને યુએન મહેતા માં આર એમ ઓ તરીકે ફરજ બજાવતા કૌશિક રમણલાલ બારોટએ આ ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું હતું.

ડોક્ટર કૌશિક બારોટ યૂ એન મેતા હોસ્પિટલ માં વર્ષ 2004થી ફરજ બજાવે છે હોસ્પિટલ તરફથી તેમને છેલ્લા ઘણા સમયથી ખોટી રીતે હેરાનગતિ કરાતી હોવાનું લાગતા તેઓએ આ ગુનો આચર્યા હોવાની કબુલાત કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીએ ઘણા માસથી આ મેસેજો કર્યા હતા..સારવાર ન લેવી જોઈએ, હોસ્પિટલ સારી નથી જેવી બાબતો પોસ્ટ કરતો. પોલીસ તપાસમાં આરોપી પાસેથી કોઈના નામે લીધેલા બે સીમકાર્ડ મળી આવ્યા છે. આરોપી પોતે આ ગુનો આચરવા અલગ ફોન રાખતો હતો. નમ્બર ડિસ્પ્લે ન થાય એ રીતે લોકોને ફોન કરતો અને અવાજ ન ઓળખાય તે માટે પણ વોઇસ ચેન્જીગ એપ રાખતો હતો. અને છોકરી જેવો અવાજ નીકાળી વાત કરતા હતા..આરોપીએ યુનિયન બનાવવા માટે ગુગલ ફોર્મ પણ પણ બનાવ્યુ હતું..ઘણા સમયથી આ ટેક્નિકલ બાબતો વિશે ડોકટર કૌશિક જાણકાર હતો..જેથી સાયબર ક્રાઇમ બ્રાંચે ડીજીટલ પુરાવા આધારે ડોકરર કૌશિક પટેલની ધરપકડ કરી છે. નોંધનીય છે કે યુ.એન.મહેતા હોસ્પિટલમાં ડોક્ટરોના આંતરિક ઝઘડામાં ડોકટર ફસાવામાં આવી રહ્યા હોવાનું લાગી રહ્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Published On - 4:29 pm, Thu, 26 May 22

Next Article