ટ્રેન નંબર 04168/04167 અમદાવાદ-આગ્રા કેન્ટ-અમદાવાદ સ્પેશિયલમાં અમદાવાદથી 01.05.2023 થી 26.06.2023 સુધી અને આગરા કેન્ટથી 30.04.2023 થી 25.06.2023 સુધી સેકન્ડ સ્લીપર ક્લાસના બે વધારાના કોચ જોડવામાં આવશે.
Ahmedabad Agra Train
Follow us on
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 04166/04165 અમદાવાદ-આગ્રા કેન્ટ-અમદાવાદ સ્પેશિયલ તથા ટ્રેન નંબર 04168/04167 અમદાવાદ-આગ્રા કેન્ટ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનોમાં બે-બે સ્લીપર ક્લાસના વધારાના કોચ ટેમ્પરરી ધોરણે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેની વિગતો આ મુજબ છે.
ટ્રેન નંબર 04166/04165 અમદાવાદ-આગ્રા કેન્ટ-અમદાવાદ સ્પેશિયલમાં અમદાવાદથી 04.05.2023 થી 29.06.2023 સુધી અને આગરા કેન્ટથી 03.05.2023 થી 28.06.2023 સુધી સેકન્ડ સ્લીપર ક્લાસના બે વધારાના કોચ જોડવામાં આવશે.
ટ્રેન નંબર 04168/04167 અમદાવાદ-આગ્રા કેન્ટ-અમદાવાદ સ્પેશિયલમાં અમદાવાદથી 01.05.2023 થી 26.06.2023 સુધી અને આગરા કેન્ટથી 30.04.2023 થી 25.06.2023 સુધી સેકન્ડ સ્લીપર ક્લાસના બે વધારાના કોચ જોડવામાં આવશે.
ટ્રેન નંબર 09481/82 મહેસાણા-પાટણ પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનનું ભીલડી સુધી વિસ્તરણ
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર 09481/09482 મહેસાણા-પાટણ-મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનને ભીલડી સુધી લંબાવવામાં આવી રહી છે.અને ટ્રેન નંબર 09483/09484 મહેસાણા-પાટણ-મહેસાણા વિશેષ ટ્રેન સુધારેલ સમય સાથે અઠવાડિયામાં 5 દિવસને બદલે દરરોજ દોડશે.
ટ્રેન નંબર 09481 મહેસાણા-ભીલડી સ્પેશ્યલ 01 મે 2023ના રોજ મહેસાણાથી તેના નિર્ધારિત સમય 18:05 કલાકે પ્રસ્થાન કરી 20:30 કલાકે ભીલડી પહોંચશે.એ જ રીતે ટ્રેન નંબર 09482 ભીલડી-મહેસાણા સ્પેશિયલ ટ્રેન 02 મે 2023થી ભીલડીથી 06.10 કલાકે ઉપડશે અને 08.25 કલાકે મહેસાણા પહોંચશે.માર્ગમાં, આ ટ્રેન બંને દિશામાં ધિણોજ, સેલાવી, રણુંજ, સંખારી, પાટણ, ખલીપુર, કાંસા, વાયડ અને સિહોર સ્ટેશનો પર ઉભી રહેશે.
ટ્રેન નંબર 09483 મહેસાણા-પાટણ સ્પેશલ ટ્રેન 02 મે 2023 થી મેહસાણાથી 06:05 વાગ્યાની જગ્યાએ 12:10 વાગે શરૂ થઈને 12:22 વાગે ધિણોજ, 12:28 વાગે સેલાવી, 12:38 વાગે રણુજ, 12:46 વાગે સંખારી તથા 13:05 વાગે પાટણ પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09484 પાટણ-મહેસાણા સ્પેશલ ટ્રેન પાટણથી 19:20 વાગ્યાની જગ્યાએ 09:50 વાગે શરૂઆત થઈ 09:56 વાગે સંખારી, 10:03 વાગગે રણુજ, 10:12 વાગે સેલાવી, 10:17 વાગે ધિણોજ તથા 11:05 વાગે મહેસાણા પહોંચશે.