Ahmedabad: ટામેટાના ભાવોએ કર્યા લાલચોળ, પેટ્રોલની કિંમતને પણ ઓવરટેક કરી

|

May 28, 2022 | 7:31 PM

કોરોનાકાળમાં થયેલા લોકડાઉનમાં આર્થિક માર સહન કર્યા પછી હવે જનતાએ મોંઘવારીનો (Inflation) માર પણ સહન કરવો પડી રહ્યો છે. હવે ટામેટાએ પેટ્રોલ-ડીઝલના ભાવની પણ ઓવરટેક કરી છે.

Ahmedabad: ટામેટાના ભાવોએ કર્યા લાલચોળ, પેટ્રોલની કિંમતને  પણ ઓવરટેક કરી
Tomato Price

Follow us on

મોંઘવારી (Inflation) દિવસે દિવસે વધતી જઇ રહી છે. ગૃહિણીઓનું બજેટ (Budget) પણ ખોરવાઇ ગયુ છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના (Vegetables) ભાવોમાં વધારો (Price Rise) નોંધાતો જઇ રહ્યો છે. મોંઘવારી પડછાયાની જેમ મધ્યમ વર્ગની પાછળ પડી હોય તેવું લાગી રહ્યું છે. લીંબુમાં ભાવ વધારાની ખટાશ બાદ હવે ટામેટાના ભાવોમાં પણ લાલચોળ તેજી જોવા મળી છે. છેલ્લા બે સપ્તાહમાં ટામેટાની (Tomatoes) કિંમતમાં બે ગણો વધારો થયો છે.

ટામેટાની વાત કરીએ તો હોલસેલ બજારમાં જે ભાવ થોડા સમય પહેલા 20 રૂપિયે કિલો આસપાસ હતો તે હાલમાં વધીને 40 ઉપર પહોંચ્યો છે. જેના કારણે રિટેલમાં તેના બમણા ભાવે ટામેટા વેચાઈ રહ્યા છે. જેમાં રિટેલમાં ટામેટા પહેલા 20 થી ઉપરના ભાવે મળતા હતા તે હાલમાં 80 થી લઈને 100 રૂપિયે કિલો ભાવે વેચાઈ રહ્યા છે. જેના કારણે લોકોએ ટામેટા ખાવા કે ન ખાવા તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

આમ હાલમાં બજારમાં આ કિંમતે લીંબુ. ટામેટા અને અન્ય શાકભાજી મળી રહ્યા છે. વેપારીના મતે સીઝનના ટામેટાના ભાવ સૌથી વધુ વધ્યા જે બાદ શાકભાજીમાં કોબીજ. ફુલાવર સહિત અન્ય શાકભાજીમાં 20 ટકા ભાવ વધારો છે. વેપારીના જણાવ્યા પ્રમાણે ટામેટા પંજાબ. મહારાષ્ટ્ર અને બેંગ્લોર થી આવતા હોય છે. જોકે બેંગ્લોર અને મહારાષ્ટ્રમાં વરસાદના કારણે પાકને નુકશાન થતા માત્ર પંજાબથી માલ આવી રહ્યો છે. જેના કારણે માલની અછત સર્જાતા ભાવમાં વધારો થયો છે. તો અન્ય શાકભાજી ના ભાવમાં પણ કઈક આવી જ પરિસ્થિતિ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વેપારીઓએ એ પણ શક્યતાઓ વ્યક્ત કરી છે કે આગામી 15 દિવસ ભાવ ઘટવાની શકયતા નથી. 15 દિવસ બાદ નવો માલ આવતા ભાવમાં સામાન્ય ઘટાડો થશે. અને ત્યાં સુધી લોકોએ ભાવ ઘટવાની રાહ જોવી પડશે. તો કેટલાક ફ્રુટના ભાવ પણ વધુ છે. ત્યારે લોકો પણ ઈચ્છી રહ્યા છે કે શાકભાજીના ભાવમાં જલ્દી ઘટાડો આવે જેથી તેવો શાકભાજી ખાવાની અસલી મજા માણી શકે.

કાળઝાળ ગરમીથી અન્ય રાજ્યોમાં ટામેટાના પાકને નુકસાન

ટામેટાના ભાવો વધવા પાછળ કેટલાક અન્ય કારણો પણ જવાબદાર છે. ઉત્તર પ્રદેશ અને હરિયાણા ટામેટાના મોટા ઉત્પાદકો છે, જોકે અહીં કાળઝાળ ગરમીથી પાકને નુકસાન પહોંચ્યુ છે, જેથી ઉત્પાદન ઘટતા ભાવ વધારાનો ભડકો સર્જાયો છે.

આ પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘુ થયુ હતુ,જેના કારણે લીંબુના ભાવમો પણ વધારો નોંધાયો હતો. ભર ઉનાળામાં અને રમઝાન માસ ચાલતો હતો ત્યારે લીંબુના ભાવ 300 રૂપિયાએ કિલો થઇ ગયા હતા. જો કે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં આંશિક ઘટાડો નોંધાતા લીંબુના ભાવો તો ઘટ્યા છે, જો કે ટામેટાના ભાવોએ હવે લોકોની ચિંતા વધારી દીધી છે.

Published On - 11:22 am, Sat, 28 May 22

Next Article