Ahmedabad : આજે ભગવાન જગન્નાથ સોનાવેશમાં આપશે દર્શન, CM વિજય રૂપાણી કરશે જગન્નાથની વિશિષ્ટ પુજા

|

Jul 11, 2021 | 10:52 AM

ભગવાન જગન્નાથની રથયાત્રાના ભાગ રૂપે દર વર્ષ પરંપરાગત રીતે ભગવાનને સોનાના વેશની પૂજા કરવામાં આવે છે. વર્ષમાં એક વખત ભગવાનને સોનાનો શણગાર કરવામાં આવે છે.

અમદાવાદમાં રથયાત્રાને (Jagnnath Rathyatra) શરતી મંજુરી આપવામાં આવી છે, ત્યારે  આજે રથયાત્રા પહેલાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આજે ભક્તો ભગવાનના સોનાવેષમાં દર્શન કરી શકશે.

ભગવાન જગન્નાથની રથયાત્રાના ભાગ રૂપે દર વખતે પરંપરાગત (Traditional) રીતે ભગવાનને સોનાના વેશની પૂજા કરવામાં આવે છે. જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં સવારે 10 કલાકે ગજરાજોની પૂજન વિધિ કરવામાં આવશે. ઉપરાંત બપોરે 2 કલાકે મંદિરમાં ત્રણેય રથનું પૂજન કરવામાં આવશે.

સાંજે 6-30 કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) અને નિતીન પટેલ દ્વારા વિશેષ પુજા કરવામાં આવશે અને રાત્રે 8:00 વાગ્યે ભગવાનની મહાઆરતી કરવામાં આવશે.

દર વર્ષ પરંપરાગત રીતે સોનાવેશની પુજામાં ભગવાનના સોનાના વેશની પુજા કરવામાં આવે છે અને જગન્નાથને સોનાનો શણગાર કરવામાં આવે છે. આ વખતે યજમાનો દ્વારા સોનાવેશની પૂજા કરવામાં આવશે. મહત્વનું છે કે, ભગવાન જગન્નાથને વર્ષમાં એક વખત જ સોનાનો શણગાર કરવામાં આવે છે. જેથી, ભક્તો માટે આ દિવસનું વિશેષ મહત્વ રહેલું છે.

 

આ પણ વાંચો : Vaccination : રાજ્યમાં રસીકરણ પૂરજોશમાં, એક દિવસમાં ત્રણ લાખથી વધુ લોકોનું વેક્સિનેશન

Published On - 9:47 am, Sun, 11 July 21

Next Video