Ahmedabad: 12 વર્ષે બદલાશે કાંકરિયાની અટલ એક્સપ્રેસ ટ્રેનના પાટા, જે સેકન્ડ હેન્ડ હશે, તેથી ખર્ચમાં થશે મોટો ઘટાડો

|

Jun 21, 2021 | 9:56 PM

અમદાવાદની ઓળખ બનેલા કાંકરિયા કે જેને પહેલાના સમયમાં કોઈ જોવા પણ જતા ન હતા. પણ જ્યારથી કાંકરિયાનો વિકાસ થયો અને કાંકરિયાને એક નવી ઓળખ મળી ત્યારથી દરરોજ હજારો લોકો કાંકરિયાની મુલાકાત લે છે.

Ahmedabad: 12 વર્ષે બદલાશે કાંકરિયાની અટલ એક્સપ્રેસ ટ્રેનના પાટા, જે સેકન્ડ હેન્ડ હશે, તેથી ખર્ચમાં થશે મોટો ઘટાડો
12 વર્ષે બદલાશે કાંકરિયાની અટલ એક્સપ્રેસ ટ્રેનના પાટા

Follow us on

અમદાવાદની ઓળખ બનેલા કાંકરિયા કે જેને પહેલાના સમયમાં કોઈ જોવા પણ જતા ન હતા. પણ જ્યારથી કાંકરિયાનો વિકાસ થયો અને કાંકરિયાને એક નવી ઓળખ મળી ત્યારથી દરરોજ હજારો લોકો કાંકરિયાની મુલાકાત લે છે. એટલું જ નહીં પણ કાંકરિયામાં વધુને વધુ લોકો આવે અને જે લોકો આવે તેમને મનોરંજન મળી રહે તે માટે વિવિધ રાઈડ સહિત સુવિધા પણ ઉભી કરાઇ છે.

કાંકરિયામાં અટલ એક્સપ્રેસ ટ્રેન શરૂ થતાં બાળકો સહિત લોકોને અલગ નજરાણું મળ્યું અને ઓળખ પણ મળી. જે કાંકરિયા આજે રાજ્યમાં પ્રખ્યાત છે. આજે કાંકરિયા ખાતે ચાલી રહેલ અટલ એક્સપ્રેસના પાટા બદલવાનો નિર્ણય કર્યો છે. જેથી 12 વર્ષ પહેલાં શરૂ કરાયેલ અટલ એક્સપ્રેશન પાટા બદલાશે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે તે પાટા નવા નહીં પણ સેકન્ડ હેન્ડ નાંખવામાં આવશે.

રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમનેનું માનવું છે કે જો નવા પાટા નાખવામાં આવે તો 2.5 થી 3 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થાય. જોકે સેકન્ડ હેન્ડ પાટાના કારણે તે જ પાટા બદલવાનું કામ 50 લાખમાં પૂર્ણ થઈ શકશે. ચેરમેને એ પણ જણાવ્યું કે તમામ નિરીક્ષણ બાદ અને પાટાની મજબૂતાઈની રેલવેની ખરાઈ કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

મેઇન્ટેનન્સના ભાગ રૂપે આ કામગીરી હાથ લેવાઈ હોવાનું પણ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું. આમ, અટલ એક્સપ્રેસ ટ્રેનના પાટા સેકન્ડ હેન્ડ હશે તો ખર્ચમાં મોટો ઘટાડો થશે.

Published On - 6:20 pm, Mon, 21 June 21

Next Article