અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી પાંચેક મહિના પહેલા હત્યા કરાયેલી નગ્ન હાલતમાં મળેલા મૃતદેહનો ભેદ હવે ઉકેલાયો છે. એક સામાન્ય બાબતના ઝઘડાએ એવું તો મોટું સ્વરૂપ ધારણ કરી લીધું કે સમગ્ર વાત હત્યા સુધી પહોંચી ગઈ. જો કે કોઈપણ સીસીટીવી કે અન્ય પુરાવાઓ નહીં હોવાથી પોલીસને પણ આ હત્યાનો ભેદ ઉકેલવામાં ભારે મહેનત કરવી પડી.
સરખેજ વિસ્તારમાં પાંચ માસ પહેલા થયેલી હત્યા ભેદ ઉકેલવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સફળતાં મળી છે. સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સનાથલ બ્રિજ પાસે એક વ્યક્તિને માર મારી નગ્ન હાલતમાં મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હતો. જે મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સોની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો. ઘટનાને પાંચ મહિના બાદ અંતે ક્રાઈમ બ્રાન્ચની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ત્રણ આરોપીને ઝડપી પડ્યા છે.
ક્રાઇમ બ્રાન્ચે આરોપી અરવિંદ ઉર્ફે અન્નનો ઠાકોર, દિવ્યાશું ઉર્ફે દેવો ચૌહાણ અને બેચર ઠાકોરે પપ્પુ નિશાદ નામના યુવકની હત્યા કરીને મૃતદેહ નગ્ન અવસ્થામાં ફેંકી દીધો હતો. પોલીસ તપાસમાં સામે આપ્યું છે કે મૃતક પપ્પુ નિશાદ અને આરોપીઓ વચ્ચે અનૈતિક ધંધા માટે પૈસા ઉઘરાવવાની બાબતે ઝઘડો થયો હતો. સરખેજના સનાથલ બ્રિજના છેડે યુવતીઓ ચોરી છુપેથી દેહવેપારની પ્રવૃત્તિઓ કરતી હતી. આરોપીઓ એમની પાસેથી દેહવેપારના ધંધામાં સરળતા રહે તે માટે નાણા ઉઘરાવતા.
આ બાબતની જાણ પપ્પુને થતા તેને પણ દેહવેપાર કરતી યુવતીઓ પાસે પૈસાની માંગણી કરી હતી. જેથી આરોપીઓ અને મૃતક વચ્ચે ઝઘડો થયો હતો. 23 એપ્રિલના રોજ રાત્રે આ બાબતની અદાવત રાખી પાંચેય આરોપીઓએ પપ્પુને દંડાથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારીને નગ્ન અવસ્થામાં મૃતદેહ ફેંકી દીધો હતો. મહત્વનું છે કે ઘટના સ્થળ પર સીસીટીવી અથવા તો કોઈ પણ પ્રકારના ગુનેગારો સુધી પહોંચી શકાય તેવી કડીઓ ન હતી.
જોકે ક્રાઈમ બ્રાન્ચની ટીમને પણ હ્યુમન ઇન્ટેલિજટની મદદથી વણ ઉકેલ્યા ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી. પકડાયેલ આરોપી પૈકી અરવિંદ ઠાકોર અને બેચર ઠાકોર વિરુદ્ધ અગાઉ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ હત્યા કેસનો તપાસમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીની સંડોવણી ખુલી છે. જેને લઇને ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે જ્યારે હજુ બે આરોપીઓ જીગર ચૌહાણ અને શભુ પરમાર ફરાર છે. જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
Published On - 8:09 pm, Sat, 30 September 23