ગત મોડી સાંજે અમદાવાદના કણભામાં આવેલા ઝાણું ગામની સીમમાંથી બે મહિલાઓની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યા છે. લાકડા એકઠા કરવા નીકળેલા દેરાણી-જેઠાણી પરત ઘરે ન ફરતા પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. બંને મહિલાઓને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
આ બંને મહિલાઓ ભૂવાલડી ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. આ મહિલાઓ લાકડા કાપવા માટે ભૂવાલડીથી નીકળી હતી, પરંતુ ખૂબ જ મોડું થયા બાદ પણ બંને દેરાણી -જેઠાણી ઘરે પાછા ન ફરતા પરિવારજનો દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં બંને મહિલાઓની તિક્ષ્ણ હથિયારના અનેક ઘા મારી હત્યા નિપજાવેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. હાલ પોલીસે સમગ્ર બનાવને લઈ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ગ્રામ્યની પોલીસ દ્વારા સીસીટીવી તેમજ પરિવારજનોની વિગતો લઈને આ ડબલ મર્ડર અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Double murder case: Two women were brutally stabbed to death in rural part of #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/Dq6HYzTmk6
— Tv9 Gujarati (@tv9gujarati) February 4, 2023
અમદાવાદ જિલ્લાના કણભામાં આવેલા સતીમાતાના ફળીયામાં રહેતા દેરાણી ગીતાબેન ઠાકોર (ઉ.વ.47) અને જેઠાણી મંગુબેન ઠાકોર (રહે.ઉ.વ.60) શુક્રવારે બપોરે પોતાના કામથી પરવારીને ગામની નજીકમાં આવેલી ગૌચર જમીન અને આસપાસના ખેતરમાં લાકડા એકઠા કરવા માટે ગયા હતા પરંતુ, મોડી સાંજ સુધી તેઓ ઘેર પરત ન આવતા પરિવારજનોએ તપાસ શરૂ કરી હતી. જેમાં ગૌચર જમીન પર બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં તેમના ગળા પર તિક્ષણ હથિયારથી ઇજાઓ થઇ હતી. જો કે આસપાસ કોઇ વ્યક્તિ મળી આવ્યા નહોતા. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી છે. જેમાં ડોગ સ્કોવ્ડ અને એફએસએલના અધિકારીઓની મદદ લઇને તપાસ કરવામાં આવી હતી.