અમદાવાદ: દિવાળીની રાત્રે સિંધુભવન રોડ પર જાહેરમાં ફટાકડા ફોડી દહેશત મચાવનારા 9 આરોપીઓને કોર્ટે જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલવાનો કર્યો આદેશ

|

Oct 28, 2022 | 6:53 PM

Ahmedabad: અમદાવાદમાં 25મી ઓક્ટોબરે દિવાળીની રાત્રે સિંધુ ભવન રોડ પર બેફામ રીતે જાહેરમાં ફટાકડા ફોડી દહેશત ફેલાવનારા 9 આરોપીઓને સરખેજ પોલીસે મિર્ઝાપુર કોર્ટમાં રજૂ કર્યા હતા અને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે કોર્ટે આરોપીઓના રિમાન્ડ નામંજૂર કર્યા હતા અને દરેકને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં મુખ્ય વોન્ટેડ આરોપી ઈરફાન સંધી ફરાર છે જેને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

અમદાવાદ: દિવાળીની રાત્રે સિંધુભવન રોડ પર જાહેરમાં ફટાકડા ફોડી દહેશત મચાવનારા 9 આરોપીઓને કોર્ટે જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલવાનો કર્યો આદેશ
મુખ્ય આરોપી ઈરફાન

Follow us on

અમદાવાદમાં દિવાળીની રાત્રે શહેરના સિંઘુ ભવન રોડ પર જાહેરમાં ફટાકડા ફોડી દહેશત ફેલાવાના કેસમાં 9 આરોપીને જુડીશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.આ 9 આરોપીને ગુરુવારે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીઓને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. જોકે આરોપીઓની પુછપરછમાં ખુલાસો થયો છે કે વોન્ટેડ આરોપી ઈરફાન સંધીએ ફટાકડા ફોડવા લોકોને ભેગા કર્યા હતા. પોલીસે ફરાર આરોપી ઈરફાનને પકડવા અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.

હિરોપંતી કરનાર નબીરાઓને પોલીસ ઉઠક બેઠક કરાવી પાઠ ભણાવ્યો છે. દિવાળીની મોડી રાત્રે સિંધુભવન રોડ પર લોકોના જીવને જોખમમાં મુકીને ફટાકડા ફોડનાર અસામાજીક તત્વોની સામે સરખેજ પોલીસે ફરિયાદ દાખલ કરીને નવ આરોપીઓની ધરપકડ કરી છે.

આ નવ આરોપીઓમાં-

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
  • હર્ષદ ચંદ્રકાતભાઈ ગરાંભા, ઉ.વ.-31
  • યશવંત ચંદ્રકાંતભાઈ ગરાંભા ઉ.વ.-19
  • હિતેશ શૈલેશભાઈ ઠાકોર ઉ.વ.-37
  • સાહીલ રિયાઝઅહેમદ કુરેશી ઉ.વ.-19
  • બિલાલ ફૈઝ અહેમદ શેખ ઉ.વ.-18
  • અશદ હારૂનભાઈ મેમણ ઉ.વ.-23
  • મોહમદ આશીફ અબ્દુલમિયા શેખ ઉ.વ.-39
  • મોહમદ અદનાન મહમદ શરીફ મન્સુરી ઉ.વ.-20
  • સમીર મોહમદઆરીફ શેખ ઉ.વ.-20

નો સમાવેશ થાય છે. જ્યારે આ ગુનામાં અન્ય એક મુખ્ય વોન્ટેડ આરોપી ઇરફાન સંધી ફરાર છે. ઇરફાન સંધી ગોમતીપુરનો રહેવાસી છે. પકડાયેલા આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો છે કે વોન્ટેડ આરોપી ઈરફાને ફટાકડા ફોડવા માટેનો પ્લાન બનાવ્યો હતો અને ઉપર જણાવ્યા તે તમામ લોકોને સિંધુ ભવન રોડ પર બોલાવી જાહેરમાં ફટાકડા ફોડ્યા હતા.એટલું જ નહીં ફટાકડા પણ વોન્ટેડ આરોપી ઇરફાન લાવ્યો હતો. નોંધનીય છે કે આ કેસમાં આઈપીસી 308 કલમનો ઉમેરો કરતા આરોપીને જમીન મળ્યા નથી. આરોપીઓ સામે IPC 308 સહિત 286, 279 મુજબ ગુનો નોંધાયો છે.

પકડાયેલ નવ આરોપીઓ ગોમતીપુર, રખિયાલ અને શીલજ વિસ્તારના રહેવાસી છે. આ આરોપીને સરખેજ પોલીસે મિર્ઝાપુર કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં પોલીસે 3 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જોકે કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા 9 આરોપીને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલ્યા હતા. હાલ આ ગુનામાં મુખ્ય આરોપી ઈરફાન ફરાર હોવાથી પોલીસેએ અલગ અલગ ટીમો બનાવીને તેને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે. પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી છે કે ઇરફાનએ તમામ લોકોને સીંધુભવન રોડ પર બોલાવ્યા હતા.એટલું જ નહીં ઈરફાનનો ભાઈ ગુડ્ડુ નામચીન બુટલેગર છે, જેથી વોન્ટેડ આરોપી ઈરફાન વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

Published On - 6:23 pm, Fri, 28 October 22

Next Article