Ahmedabad : તિસ્તા સેતલવાડ અને આર.બી.શ્રી કુમારની જામીન અરજી પર કોર્ટમાં સોમવારે સુનાવણી

|

Jul 15, 2022 | 10:00 PM

ગુજરાતમાં ગોધરા 2002(Godhra Riots 2022) ના રમખાણ મામલે સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા સામાજીક આગેવાન તીસ્તા સેતલવાડ , પુર્વ ડીજીપી આર.બી.શ્રી કુમાર અને પુર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ સામે કેસ નોંધ્યો હતો અને આ તેમની ધરપકડ કરવામાં આવી હતી

Ahmedabad : તિસ્તા સેતલવાડ અને આર.બી.શ્રી કુમારની જામીન અરજી પર કોર્ટમાં સોમવારે સુનાવણી
Teesta Setalvad And RB Sreekumar Arrest
Image Credit source: File Image

Follow us on

ગુજરાતમાં(Gujarat)  વર્ષ 2002 ના ગોધરા રમખાણ (Godhra Riots) મામલે સુપ્રિમ કોર્ટની ટિપ્પણી બાદ તિસ્તા સેતલવાડ અને અન્ય 2 લોકો સામે નોંધાયેલ કેસ મામલે આરોપી તિસ્તા સેતલવાડ(Teesta Setalvad) અને પુર્વ ડીજીપી આર.બી.શ્રીકુમારની સેશન્સ કોર્ટમાં નિયમીત જામીન(Bail)અરજી પર સોમવારના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. ગોધરા 2002 ના રમખાણ મામલે સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા સામાજીક આગેવાન તીસ્તા સેતલવાડ , પુર્વ ડીજીપી આર.બી.શ્રી કુમાર અને પુર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ સામે કેસ નોંધ્યો હતો અને આ  તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને મેટ્રો કોર્ટના આદેશ બાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તિસ્તા અને આર બી શ્રીકુમારે નિયમિત જામીન માટે સેશન્શ કોર્ટમાં અરજી કરી હતી જે મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

તીસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારની નિયમિત જામીન અરજી બાબતે આજે જે સુનાવણી હાથ ધરવામાં આવી હતી એમાં તિસ્તા સેતલવાડ ના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી કે આ કેસ ખુબ જ સંવેદનશીલ છે અને આ મામલે થતી કાર્યવાહીમાં આરોપીને કોર્ટમાં હાજર રાખીને આગળની પ્રક્રિયા કરવામાં આવે. જોકે આ સમગ્ર મામલે સરકારી વકીલ દ્વારા આ બાબતનો વિરોધ કરવામાં આવ્યો હતો અને દલીલ કરતા કહ્યું હતું કે જામીન અરજીના કેસમાં બંધારણમાં આવી કોઈ બાબતનો ઉલ્લેખ જોવા મળતો નથી તેથી આ જે રજૂઆત છે એને યોગ્ય ગણી શકાય નહી.

જોકે બચાવ પક્ષના વકીલ દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે હવે તો ગુજરાત હાઇકોર્ટમાં પણ સંવેદનશીલ કેસ હોય છે તો વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી પણ આરોપીને કોર્ટમાં હાજર કરી શકાય છે તો તે સંદર્ભને ધ્યાનમાં રાખીને આ આરોપીને પણ કોર્ટમાં હાજર રાખી શકાય છે. જે મામલે કોર્ટ આગામી દિવસોમાં નિર્ણય લેશે.

Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ

જોકે મહત્વનું છે કે આ બાબતને લઈને સરકાર દ્વારા કોર્ટમાં સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું અને સોગંદનામુ મળતા બચાવ પક્ષના વકીલે સોગંદનામાના અભ્યાસ કરવા માટે થઈને સમય માંગ્યો હતો અને બીજી એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે આ કેસ 20  વર્ષ જૂનો છે તેથી તે તમામ કેસના પાસા સમજવા માટે થઈને તેમને આરોપી સાથે ચર્ચા કરવા માટે પણ સમય જોઈએ છે. અને તે માટે આરોપી તિસ્તા સેતલવાડ સાથે મુલાકાત કરવાની મંજૂરી પણ કોર્ટ સમક્ષ માંગવામાં આવી હતી.

આ સમગ્ર મામલે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ સેશન્સ કોર્ટ વકીલને આરોપી તિસ્તા સેતલવાડ સાથે મુલાકાત કરવા માટે મંજૂરી આપી છે અને બચાવ પક્ષના વકીલ દ્વારા જે અપીલ કરવામાં આવી હતી તે પણ કોર્ટે ગ્રાહ્ય રાખી છે. આ સાથે જ હવે આ સમગ્ર કેસની સુનાવણી આગામી સોમવાર એટલે કે 18 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.

Next Article