AHMEDABAD : રેસિડેન્ટ તબીબોની હડતાળ મુદ્દે સરકાર અને ડોક્ટરો વચ્ચે વાટાઘાટ સફળ નહીં રહેતા આજથી ફરી હડતાળ યથાવત્ રહેશે.મોડી રાત્રે સરકાર અને તબીબો વચ્ચે સમાધાન પડી ભાંગતા તબીબો આજથી કોવિડ ડ્યૂટી અને ઇમરજન્સી ડ્યૂટીમાં પણ નહીં જોડાય.તબીબોનું કહેવું છે કે, સરકારે લાભ આપવા મૌખિક ખાતરી તો આપી છે, પરંતુ લેખિતમાં કંઇ નથી આપ્યું.મહત્વનું છે કે, ગઇકાલે 11 ઓગષ્ટને રાત્રે બી.જે. મેડિકલ કોલેજના ડીન, સોલા સિવિલના ડૉ. નીતિન વોરા અને અસારવા સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદીએ અપીલ કરતા આજથી જુનિયર તબીબો ઇમરજન્સી અને કોવિડ ડ્યૂટી બજાવવા તૈયાર થયા હતા.પરંતુ મોડી રાત્રે સમાધાન પડી ભાંગ્યું હતું.
આ પણ વાંચો : KUTCH : સતના પારખા : રાપરમાં ઉકળતા તેલમાં 6 લોકોના હાથ બોળાવ્યાં, જુઓ શું થયું પછી
આ પણ વાંચો : GUJARAT : 11 ઓગષ્ટે રાજ્યમાં 3.24 લાખ લોકોને વેક્સિન અપાઈ, કુલ રસીકરણ 3.79 કરોડ થયું