AHMEDABAD : SVP હોસ્પિટલમાં 500થી વધુ કર્મચારીઓને છુટા કરી દેવાતા વિવાદ, હોસ્પિટલ બહાર કર્મચારીઓનો વિરોધ

|

Nov 13, 2021 | 1:06 PM

SVP હોસ્પિટલમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીને ઈ-મેઈલ અને મેસેજ દ્વરા જાણ કરઈ છે કે, આગામી 10 ડિસેમ્બરથી તેઓને કામ પર નથી આવવાનું.

AHMEDABAD : અમદાવાદની SVP હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. SVP હોસ્પિટલમાં 500થી વધુ કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લેવાતા વિવાદ સર્જાયો છે. SVP હોસ્પિટલમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીને ઈ-મેઈલ અને મેસેજ દ્વરા જાણ કરઈ છે કે, આગામી 10 ડિસેમ્બરથી તેઓને કામ પર નથી આવવાનું. અચાનક છૂટા કરવાનો મેસેજ મળતાં કર્મચારીઓ મુંઝવણમાં મુકાયા છે.

બીજી તરફ અચાનક મેસેજ મળતા કર્મચારીઓએ હોસ્પિટલ બહાર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. દાવો છે કે, હોસ્પિટલનો ખર્ચ ઘટાડવા કોન્ટ્રાક્ટર પરના કર્મચારીઓને છૂટા કરાવાનો નિર્ણય લેવાયો છે. હાલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સામે સ્ટાફ વધુ હોવાથી હોસ્પિટલને આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ દરમિયાન પણ SVP હોસ્પિટલ સ્ટાફ મુદ્દે વિવાદમાં આવી ચુકી છે. કોરોનાકાળ દરમિયાન હોસ્પિટલ પર આરોપ હતો કે, દર્દીઓ ન હોવા છતા એજન્સીઓને ફાયદો કરાવવા માટે વધુ કર્મચારીઓને કામ પર રાખવામાં આવ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મૂજબ હાલ હોસ્પિટલમાં વધારે દર્દીઓ દાખલ થતા ન હતા, જેની સામે SVP ને ખર્ચ પોસાય તેમ ન હતો. ખર્ચમાં એટલા અંશે ઘટાડો કરવામાં આવી રહ્યો હતો કે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા AC પણ બંધ કરી દેવામાં આવતા હતા. એટલે મહદઅંશે ખર્ચ ઓછો થાય અને જરૂર વગરના કર્મચારીઓને છુટા કરી દેવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો  : દ્વારકાની ઘટના બાદ વલસાડના દરિયાકાંઠે પણ સ્થાનિક પોલીસ અને મરીનની ટીમે પેટ્રોલિંગ શરૂ કર્યું

આ પણ વાંચો : AHMEDABAD : હિંદુ નામ રાખીને રહેતી બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ, નકલી પાસપોર્ટ, પાનકાર્ડ સહીતના દસ્તાવેજ મળી આવ્યાં

Next Video