Ahmedabad : શંકા બની મોતનું કારણ, પત્ની સાથે અનૈતિક સંબંધની શંકાને આધારે કૌટુંબિક ભાઈએ જ કરી ભાઈની હત્યા

|

May 28, 2022 | 10:26 PM

આબીદ પઠાણે મિત્રથી વધુ એવા કુટુંબી ભાઈ અસલમની હત્યા(Murder) કરી છે. જેમાં ગોમતીપુરમાં રહેતા આબીદ પઠાણને તેનાં જ મકાનમાં ઉપરના માળે રહેતા કુટુંબી ભાઈ એવા અસલમ સાથે તેની પત્નીને પ્રેમસંબંધ હોવાની શંકા હતી. છેલ્લા ઘણા સમયથી આબીદને પત્ની અને અસલમના સબંધ પર શંકાઓ હતી

Ahmedabad : શંકા બની મોતનું કારણ, પત્ની સાથે અનૈતિક સંબંધની શંકાને આધારે કૌટુંબિક ભાઈએ જ કરી ભાઈની હત્યા
Ahmedabad Gomtipur Murder Accused

Follow us on

અમદાવાદના (Ahmedabad) ગોમતીપુર વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગોમતીપુરમાં એક જ મકાનમાં ઉપર નીચે રહેતા અને કૌટુંબિક સગા દ્વારા ફક્ત શંકાને આધારે હત્યા(Murder)કરવામાં આવી છે. આ ઘટનાની વિગત મુજબ ગોમતીપુર (Gomtipur) રાતના સમયે હત્યાનો બનાવ સામે આવ્યો હતો. ઘરના લોકોને જાણ થતા જ ગોમતીપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણત્રીની કલાકોમાં હત્યારાને ઝડપી પાડયો હતો. જોકે પોલીસ દ્વારા હત્યા બાબતે આરોપીની વધુ પૂછપરછ કરતાં ચોકાવનારી હકીકત સામે આવી હતી.

અસલમ અને આબીદ બંને ભાઇઓ હોવાની સાથે સારા મિત્રો હતા

પોલીસે ધરપકડ કરેલા આબીદ પઠાણે મિત્રથી વધુ એવા કુટુંબી ભાઈ અસલમની હત્યા કરી છે. જેમાં ગોમતીપુરમાં રહેતા આબીદ પઠાણને તેનાં જ મકાનમાં ઉપરના માળે રહેતા કુટુંબી ભાઈ એવા અસલમ સાથે તેની પત્નીને પ્રેમસંબંધ હોવાની શંકા હતી. છેલ્લા ઘણા સમયથી આબીદને પત્ની અને અસલમના સબંધ પર શંકાઓ હતી જેથી આબીદ અસલમ પાસે પહોંચ્યો હતો અને તલવારના ઘા મારી તેની હત્યા નિપજાવી હતી. અસલમ અને આબીદ બંને ભાઇઓ હોવાની સાથે સારા મિત્રો હતા. જે મિત્રતાનો અંત એક શંકાએ લાવી દીધો.અસલમ  મોતને ભેટ્યો છે અને આબીદને જેલના સળીયા પાછળ જવાનો વારો આવ્યો છે.

એકાએક બંને વચ્ચે મારામારી થઇ ગઇ હતી

આરોપી આબીદ ગોડાઉનમાં નોકરી કરે છે. અસલમ અને આબીદ કુટુંબી ભાઈઓની સાથે ખાસ મિત્રો પણ હતા. પરંતુ એક વર્ષ પહેલાં આબીદના લગ્ન થયા અને થોડા મહિના બાદઅસલમ અને તેની પત્નીને લઈને શકા શરૂ થઈ હતી. બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની શકા અને પત્નીના ચારિત્ર્ય પર શકા રાખીને આબીદ ઝઘડા શરૂ કર્યા હતા. આ શંકાના આક્રોશમાં એટલો વધ્યો કે અસલમ અને આબીદ જાહેર રોડ પર બેઠા હતા ત્યારે એકાએક બંને વચ્ચે મારામારી થઇ ગઇ હતી.જેમાં વાત એટલી હદે ઉગ્ર બનીકે આબીદ તલવાર લઇને આવ્યો હતો અને અસલમને મારી દીધી હતી. લોહીલુહાણ હાલતમાં અસલમ જમીન પર ઢળી પડ્યો હતો જ્યા સ્થાનિકો તેમજ પરિવારનો સભ્યો દોડી આવ્યા હતા. અલસમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આબીદને જેલના સળીયા પાછળ જવુ પડ્યુ છે

અસલમની હત્યા બાદ આબીદને અફસોસ થયો હતો જેથી તે ભાગવાની જગ્યાએ ત્યાજ બેસી રહ્યો હતો. આબીદે પોલીસ સમક્ષ અફસોસ વ્યકત કર્યો હતો. મહત્વનું છે કે થોડા ક્ષણ માટેના આક્રોશના કારણે અસલમને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે જ્યારે આબીદને જેલના સળીયા પાછળ જવુ પડ્યુ છે. હાલમાં ગોમતીપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Published On - 10:21 pm, Sat, 28 May 22

Next Article