Ahmedabad : લેન્ડ ગ્રેબિંગ મામલે જિલ્લા કલેક્ટરનું કડક વલણ, અધિકારીઓને અપાયા જરૂરી નિર્દેશ અને સૂચન

|

Aug 19, 2021 | 3:39 PM

અમદાવાદના કલેકટર સંદિપ સાગલેએ આવા કેસોમાં યોગ્ય અભિપ્રાય ન આપી જમીન - પચાવી પાડનારાઓને આડકતરી રીતે મદદ કરવા બદલ સંલગ્ન અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Ahmedabad : લેન્ડ ગ્રેબિંગ મામલે જિલ્લા કલેક્ટરનું કડક વલણ, અધિકારીઓને અપાયા જરૂરી નિર્દેશ અને સૂચન
land grabbing case

Follow us on

રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ મામલે તટસ્થ તપાસ કરવા જિલ્લા વિભાગને સૂચન કરાયા છે. જે મામલે જિલ્લા કલેકટર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. કેમ કે લેન્ડ ગ્રેબિંગ કેસમાં તમામ આધાર જિલ્લા કલેકટર પર છે. જોકે કેટલાક અધિકારી દ્વારા જિલ્લા કલેકટરને પૂરતી વિગત નહિ અપાતા કાર્યવાહીમાં વિલંબ થઈ રહ્યો છે. જેને લઈને 18 ઓગસ્ટ મળેલી મિટિંગમાં જિલ્લા કલેકટરે લેન્ડ ગ્રેબિંગ મામલે કડક વલણ અજમાવ્યું છે. આ સાથે જ અધિકારીઓને જરૂરી નિર્દેશ કર્યા તેમજ સૂચન પણ કર્યા.

અમદાવાદના કલેકટર સંદિપ સાગલેએ આવા કેસોમાં યોગ્ય અભિપ્રાય ન આપી જમીન – પચાવી પાડનારાઓને આડકતરી રીતે મદદ કરવા બદલ સંલગ્ન અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે જમીન પચાવી પાડવાના કેસોમાં કલેકટરનો અભિપ્રાય સર્વોપરી મનાય છે. કારણ કે પોલીસ તેના આધારે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 હેઠળ કાર્યવાહી કરે છે.

જમીન માફિયાઓને હકદાર માલિકો પાસેથી જમીન પડાવી લેવાથી નિરાશ કરવા માટે આ કાયદો રજૂ કરવામાં આવ્યો હતો. જો કે, મહેસૂલ અધિકારીઓ દ્વારા કોઈ સ્પષ્ટ અભિપ્રાય આ આવતા પોલીસ કાર્યવાહી થઈ શકતી નથી. ત્યારે બુધવારે સંદિપ સાગલે દ્વારા જમીન પચાવી પાડવાના કેસોની સમીક્ષા કરવા માટે બોલાવેલી બેઠકમાં તેમણે અધિકારીઓને તેમના વલણ અને મંતવ્યો ને લઈને આકરા સુચન કર્યા હતા.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

મહત્વનું છે કે અગાઉ તેમણે અધિકારીઓને મહેનતુ થવાનો નિર્દેશ આપ્યો હતો પરંતુ કોઈ સફળતા ન મળતા છેલ્લો ઉપાય તરીકે તેમણે અધિકારીઓને ચેતવણી આપી છે અથવા કડક કાર્યવાહીનો સામનો કરવા કહ્યું. મહત્વનું છે કે અમદાવાદમાં જમીનના ભાવમાં વધારા સાથે જમીન પચાવી પાડવાના કેસો વધી રહ્યા છે. આવી પ્રવૃત્તિઓને રોકવા અને જમીન પચાવી પાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 લાગુ કરવામાં આવ્યો હતો.

કાયદાની જોગવાઈ ઓ અનુસાર જમીન પચાવી પાડતી ફરિયાદો સાંભળવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ, જે દર મહિને મળે છે અને દોષિતો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાનો આદેશ આપતા પહેલા ફરિયાદો લે છે અને તેમની સમીક્ષા કરે છે. 18 ઓગસ્ટ બુધવારે મળેલી બેઠકમાં 63 કેસોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ચાર કેસમાં 10 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

તો સમિતિની પ્રથમ બેઠક આ વર્ષે 28 મેના રોજ યોજાઈ હતી જેમાં 101 અરજીઓ આકારણી માટે લેવામાં આવી હતી. બીજી બેઠક 18 જૂને યોજાઈ હતી જેમાં 69 અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી. 29 જુલાઈએ મળેલી બેઠકમાં 105 અરજીઓ સમિતિની વિચારણા માટે મુકવામાં આવી હતી. જોકે, બુધવારે માત્ર 63 અરજીઓ સમિતિ સમક્ષ મુકવામાં આવી હતી અને 10 વ્યક્તિઓ સાથે સંકળાયેલા ચાર કેસોમાં પોલીસ કાર્યવાહીના આદેશો જારી કરવામાં આવ્યા હતા. તો અગાઉ 26 અરજીઓમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

અત્યાર સુધી કુલ કુલ 590 અરજી આવી જેમાં 303 અરજી પર આદેશ કરાયા. જેમાં હાલ સુધીમાં 30 કેસમાં 128 વ્યક્તિઓ સામે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Anand : વડતાલ સંસ્થામાં 1000 વિદ્યાર્થીઓને મફતમાં રહેવા ખાવા સાથે આધુનિક હોસ્ટેલની સુવિધા મળશે

આ પણ વાંચો :Anurag Thakur Jan Ashirvad Yatra : હિમાચલ ભવનથી અનુરાગ ઠાકુરની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ, પરવાનુમાં કરવામાં આવશે ભવ્ય સ્વાગત

Next Article