રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે. પરીક્ષામાં બેસનારા ઉમેદવારો એક દિવસ અગાઉ પોતાનો નંબર જે કેન્દ્રમાં આવ્યો હોય ત્યાં જઈને જોઈ શકે તેવી વ્યવસ્થા હોય છે પણ ઘણા વિદ્યાર્થીઓ પોતાનો નંબર જોવા જતા નથી અને પહેલા પેપરના દિવસે જ કેન્દ્રમાં જતા હોય છે. અમદાવાદમાં આવી રીતે એક વિદ્યાર્થિની પેપર શરૂ થવાના થોડા સમય પહેલાં પરીક્ષા કેન્દ્રમાં પહોંચી હતી. ત્યાં તપાસ કરતાં આ કેન્દ્રમાં તેનો નંબર નહોતો. તે ખોટા કેન્દ્ર પર આવી ગઈ હતી. જોકે મુશ્કેલીમાં મુકાઇ ગયેલી આ વિદ્યાર્થીનીની વહારે પોલીસ આવી હતી અને તાત્કાલિક પોતાની વાનમાં આ વિદ્યાર્થિનીને તેના સાચા કેન્દ્ર સુધી સમયસર પહોંચાડવામાં આવી હતી. પાલીસના આ મનવતાવાદી વલમથી એક વિદ્યાર્થીનીને પેપર આપવાથી વંચિત રહેતાં બચાવી લીધી હતી.
આ વિદ્યાર્થિની એક સરખા નામના કારણે ખોટી જગ્યાએ આવી ગઈ હતી. આ વિદ્યાર્થિની ધોરણ 10ની પરીક્ષા માટે પ્રહલાદનગર કોર્પોરેટ વિસ્તારમાં આવેલી કામેશ્વર વિદ્યાવિહાર શાળામાં પરીક્ષા આપવા માટે પહોંચી હતી, હકીકતમાં આ વિદ્યાર્થિનીનો નંબર જોધપુર વિસ્તારની કામેશ્વર વિદ્યાલયમાં હતો. બંને શાળાના નામ મળતાં હોવાથી વિદ્યાર્થીની ભૂલથી પ્રહલાદનગર શાળામાં પરીક્ષા આપવા માટે પહોંચી હતી. ત્યાં પહોંચીને બહાર મુકવામાં આવેલી સીટ નંબરની યાદીમાં તપાસતાં પોતાના નંબરની સિરિઝ ત્યાં હતી જ નહીં. આ જાણીને વિદ્યાર્થીની ખુબ ડરી ગઈ હતી. પણ પોલીસ તેમના માટે તારણહાર બની હતી.
બોર્ડન પરીક્ષા હોવાના કારણે આનંદનગર પોલીસ સ્ટેશનના PI સહિત અન્ય કોન્સ્ટેબલ સુરક્ષા વ્યવસ્થા અંગે નિરીક્ષણ કરવા કોર્પોરેટ રોડ પર આવેલી કામેશ્વર વિદ્યાવિહાર સ્કૂલમાં પહોંચ્યા ત્યારે તેમને ભૂલથી આ પરીક્ષા કેન્દ્ર પર આવી પહોંચેલી વિદ્યાર્થિની અંગે જાણ થઈ. પરીક્ષા 10 વાગે શરૂ થવાની હતી અને સમય પણ ખૂબ ઓછો હતો, જેથી આ વિદ્યાર્થિની પોતાની રીતે તેના સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચે એની શક્યતાઓ બહુ ઓછી હતી. જોકે પોલીસે તાત્કાલિક નિર્ણય લઈ પોલીસની ગાડીમાં આ વિદ્યાર્થીને બેસાડી જોધપુર કામેશ્વર સ્કૂલમાં તેનો નંબર હતો ત્યાં સમયસર પહોંચાડી હતી. આ વિદ્યાર્થીની જ્યારે વર્ગખંડમાં પહોંચી ત્યારે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર આપવાની કામગીરી પૂર્ણ થવાના આરે હતી.
student who reached the wrong examination center by mistake was put in his car by the police and taken to the correct centre.
ભૂલથી પરીક્ષાના ખોટા કેન્દ્ર પર પહોંચેલી વિદ્યાર્થિનીને પોલીસે પોતાની ગાડીમાં બેસાડી સાચા કેન્દ્ર પર પહોંચાડી@sanghaviharsh @dgpgujarat @jitu_vaghani pic.twitter.com/VnIQfgZJJ3
— Ahmedabad Police 👮♀️અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) March 29, 2022
આનંદનગર પોલીસ સ્ટેશનના PI અને અન્ય સ્ટાફ દ્વારા કરાવામાં આવેલી આ સરાહનીય કામગીરી બદલ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તેમને અભિનંદન પાઠવ્યાં હતાં. આ પોલીસકર્મીઓનો ફોટો ટ્વિટ કર્યો હતો. જ્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસના આ કામની નોંધ લીધી હતી.
આ પણ વાંચોઃ Gandhinagar: રાજ્યમાં આજથી મધ્યાહન ભોજનનો ફરીથી પ્રારંભ, શિક્ષણ પ્રધાને બાળકોને ભોજન પીરસી યોજના શરુ કરાવી