Ahmedabad : રાજય સરકારની હાઇકોર્ટમાં કબુલાત, પેકેજડ ફૂડ આઇટમ્સના ટેસ્ટિંગ બાબતે સરકાર પાસે લેબોરેટરી નથી

|

Aug 31, 2021 | 1:20 PM

પેકેજડ ફૂડ આઇટમ્સમાં ઘટકોના ટેસ્ટિંગની સુવિધા રાજ્યની લેબોરેટરી પાસે નહિ. પેકેજડ ફૂડ આઇટમ્સ વેજિટેરિયન જાહેર કરાઈ હોય તો એમાં કોઈ નોન વેજ ઘટક ઉમેરાયું છે કે નહીં તે ટેસ્ટિંગની સુવિધા નહિ.

પેકેજડ ફૂડ આઇટમ્સમાં ઉમેરવામાં આવતા ઘટકોના ટેસ્ટિંગની સુવિધા રાજ્યની લેબોરેટરી પાસે નહિ આવી કબુલાત રાજય સરકારે કોર્ટ સમક્ષ કરી છે. પેકેજડ ફૂડ આઇટમ્સ વેજિટેરિયન જાહેર કરાઈ હોય તો એમાં કોઈ નોન વેજ ઘટક ઉમેરાયું છે કે નહીં તે ટેસ્ટિંગની સુવિધા નહિ હોવાનું સરકારે કહ્યું છે. રાજ્ય સરકારે આ તમામ કબૂલાત હાઇકોર્ટમાં કરી છે.

આ સાથે હાઇકોર્ટે ઉમેર્યું છેકે ” ગ્રીન ડોટ ધરાવતા પેકેજડ ફૂડ ખરેખર વેજિટેરિયન છે કે નહીં એ જાણવાનો લોકોને અધિકાર છે. ભારતના બંધારણે લોકોને પોતાના ધર્મ પ્રમાણે જીવવાનો અધિકાર આપ્યો છે.વેજિટેરિયન ખાનાર વ્યક્તિને ભૂલમાં પણ નોનવેજ ખાવાની નોબત આવે અને તેનો ટેસ્ટ પણ ન થઈ શકતો હોય તો લોકોની ધાર્મિક લાગણી દુભાશે” તેમ પણ કોર્ટે ઉમેર્યું હતું.

પેકેજ્ડ ફૂડ પર વેજિટેરિયનનો green dot ઘણા બધા લોકો માટે વિશ્વાસનું કારણ હોય છે, આ વિશ્વાસ તૂટવો વ્યાજબી નહીં. પેકેજડ ફૂડ આઈટમ્સના લેબલિંગ અને પેકેજીંગની યોગ્ય અમલવારીની માંગણી સાથે થયેલી અરજીમાં કોર્ટે આ તમામ અવલોકનો કર્યા છે. આ મામલે હાઈકોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે સંપૂર્ણ તથ્યો વાળો રિપોર્ટ માગ્યો છે. અને, એક મહિનામાં ખુલાસો કરવા હાઇકોર્ટનો હુકમ છે.

 

આ પણ વાંચો : Narmada : કેન્દ્રીય મહિલા-બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી, સ્મૃતિ ઈરાનીએ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું

આ પણ વાંચો : Gautam Adani ની કંપનીના શેરે રોકાણકારોને માલામાલ બનાવ્યા , અદાણીના આ શેરે એક મહિનામાં 73 ટકા રિટર્ન આપ્યું, તમારા પોર્ટફોલિયોમાં શેર છે કે નહિ ?

 

Published On - 1:07 pm, Tue, 31 August 21

Next Video