Ahmedabad: સ્ટેન્ડિંગ કમિટીએ AMCના રુ.8743 લાખથી વધુના કામોને આપી મંજુરી, બેઠકમાં રખડતા ઢોરનો મુદ્દો પણ ચર્ચાયો

|

Aug 26, 2022 | 8:31 AM

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં (Standing Committee Meeting) એસ્ટેટ, પબ્લિસિટી, બગીચા, સ્કુલ બોર્ડ ખાતુ તેમજ વોટર સપ્લાય એન્ડ સુઅરેજ અને રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ કમિટીના કામોને મંજૂરી આપવામાં આવી છે.

Ahmedabad: સ્ટેન્ડિંગ કમિટીએ AMCના રુ.8743 લાખથી વધુના કામોને આપી મંજુરી, બેઠકમાં રખડતા ઢોરનો મુદ્દો પણ ચર્ચાયો
Ahmedabad Corporation
Image Credit source: File

Follow us on

અમદાવાદના (Ahmedabad) વિકાસના કાર્યોને લઈને અઠવાડિયામાં એક વખત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક (Standing Committee Meeting) મળતી હોય છે. ત્યારે તાજેતરમાં મળેલી બેઠકમાં ગંભીર મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હતી. જેમાં રખડતા ઢોરનો (Stray cattle) મુદ્દો મહત્વપૂર્ણ રહ્યો હતો. આ બેઠકમાં રખડતા ઢોરને પકડવાની જવાબદારી દરેક ઝોનના ડીવાયએમસીને આપવામાં આવી એટલે કે હવે રસ્તા પર રખડતા ઢોર દેખાય તો તેની જવાબદારી જે તે ઝોનના DYMCને આપવામાં આવી છે. આ સાથે જ બેઠકમાં અમદાવાદના રોડ, બગીચા, વોટર સપ્લાય, જાહેરાતો વગેરે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એસ્ટેટ, પબ્લિસિટી, બગીચા, સ્કુલ બોર્ડ ખાતુ તેમજ વોટર સપ્લાય એન્ડ સુઅરેજ અને રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ કમિટીના કામોને મંજૂરી આપવામાં આવી છે.
આ મિટીંગમાં એસ્ટેટ મધ્યસ્થ કચેરી ખાતા દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોન તથા દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં મ્યુ. માલિકીની જગ્યામાં તથા રોડ-રસ્તા ઉપર હોર્ડિંગ્સ/ગેન્ટ્રીઓ પર જાહેરાતની મંજુરી આપવાના હકો ઈ-ટેન્ડર કમ ઈ-ઓક્શનથી ત્રણ વર્ષ માટે એલોટ કરવા માટેના કામને મંજુરી આપવામાં આવી.

ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં અર્બન ફોરેસ્ટને પીપીપી પોલીસી હેઠળ બ્યુટીફીકેશન કરી પાંચ વર્ષ સુધી જાળવણી કરવાના કામને મંજુરી આપવામાં આવી. આ ઉપરાંત, અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની બોપલ-ઘુમા અને કઠવાડા વિસ્તારની 6 અને ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તકની 3 મળી કુલ 9 શાળાઓનું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ ખાતે તમામ પ્રકારની મિલકતો મહેકમ અને ગ્રાન્ટ નિભાવ સાથે હસ્તાંતરણ કરવાના કામને મંજુરી આપવામાં આવી.

લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો

વોટર સપ્લાય એન્ડ સુએજ કમિટીના કામોને મંજુરી

વોટર સપ્લાય એન્ડ સુએજ કમિટીએ રજૂ કરેલા પૈકી ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ઝોનના જુદા જુદા વોર્ડોમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, સીસ્ટેમેટીક ડ્રેનેજ લાઈન તથા મશીનહોલ/ચેમ્બર બનાવવા, પાણીની લાઈન અપગ્રેડ કરવી, સ્ટ્રોમ વોટર પંપીંગ સ્ટેશનોની ઓ એન્ડ એમની કામગીરી કરવા, સાબરમતી નદીમાં આવતા ડ્રેનેજ પાણીને બંધ કરી ટેમ્પરરી ડમી મારી ગેટ ફિક્સ કરવાની કામગીરી, પીવાના પાણીની લાઈનો નાંખવાનું કામ, સુએજ પંપીંગ સ્ટેશનોમાં નોન ક્લોગ સુએજ સબમર્સીબલ પંપ સેટોની એસ.આઈ.ટી.સી.ની કામગીરી કરવાના માટે કુલ રૂ. 1259 લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.

રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ કમિટીના કામોને મંજુરી

રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ કમિટીએ રજૂ કરવામાં આવેલ કામો પૈકી મધ્ય, દક્ષિણ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ, પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ ઝોનના જુદા જુદા વોર્ડોમાં રોડની ફુટપાથ બનાવવી, ઈન્ટરલોકીંગ પેવર બ્લોક નાંખવા, મ્યુ. હસ્તકની બિલ્ડીંગો તેમજ મ્યુ. શાળાઓમાં જરૂરી રીપેરીંગ કામ કરાવવા, કંપાઉન્ડ વોલ બનાવવા, પાણીની લાઈનનું લીકેજ રીપેરીંગ, આર.સી.સી. રોડ બનાવવા કે રીપેરીંગ કરવા, કલર કામ કરવા, પ્લમ્બીંગ કામ, ગટર લાઈન રીપેરીંગ, નિંભાડા પથ્થર પેવીંગ, સાબરમતી વોર્ડમાં આંબેડકર ચોકમાં આંબેડકરજીની પ્રતિમા બનાવીને મૂકવા તેમજ મધ્ય ઝોનના જુદા જુદા વોર્ડોમાં કોલ્ડ ઈમલઝન ઈન્જેક્શન પેચીંગ પદ્ધતિથી રોડ રીપેરીંગ કરવાના એમ કુલ રૂ. 639 લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.

શાળા અને ફાયર વિભાગ માટે બજેટ ફાળવાયુ

મધ્ય ઝોનમાં હયાત 80 વર્ષ જૂનું દાણાપીઠ ફાયર સ્ટેશન, 40 વર્ષ જેટલા જૂના ફાયર ક્વાટર્સ અને તેમાં હયાત ભાડાની દુકાનો વગેરે દૂર કરી સદર પ્લોટમાં નવું ફાયર સ્ટેશન, ફાયર સ્ટાફ ક્વાટર્સ તથા મલ્ટી લેવલ પાર્કીંગ બનાવવા માટે રૂ. 5300 લાખથી વધુના કામને મંજુરી આપવામાં આવી. આ ઉપરાંત મ્યુ. સ્કૂલબોર્ડ સંચાલિત સરસપુર, બાપુનગરમાં અને અનિલ સ્ટાર્ચ પાસે નવી સ્કૂલ બનાવવા અંગે કુલ રૂ.1545 લાખથી વધુના કામને મંજુરી આપવામાં આવી. મહત્વનું છે કે આ બજેટ અમદાવાદના મેયર કિરીટ પરમાર, ડે. મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ, ભાજપ નેતા ભાસ્કર ભટ્ટ તથા દંડક અરૂણસિંહ રાજપૂતની હાજરીમાં મંજુર કરવામાં આવ્યુ હતુ.

Next Article