Ahmedabad : દેશ માટે શહીદ થયેલા અમદાવાદના સૈનિકોને મળશે મોટું સન્માન, રિવરફ્રન્ટ પર બનશે શહીદ પાર્ક

શહીદ સૈનિકોના 3 પરિવાર દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી. જે રજુઆતના ગણતરીના દિવસોમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે.

Ahmedabad : દેશ માટે શહીદ થયેલા અમદાવાદના સૈનિકોને મળશે મોટું સન્માન, રિવરફ્રન્ટ પર બનશે શહીદ પાર્ક
Ahmedabad Riverfront
| Edited By: | Updated on: Aug 11, 2021 | 7:36 PM

અમદાવાદમાં રિવરફ્રન્ટ (Ahmedabad Riverfront) પ્રોજેકટ ફેઝ-2 ની કામગીરી હાલ ચાલી રહી છે, જેમાં શહીદ પાર્ક બનાવવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) અને રક્ષા મંત્રાલય વચ્ચે આ અંગેના MOU થયા છે. કેમ્પ હનુમાન સામે રિવરફ્રન્ટ પ્રોજેકટ હેઠળની જગ્યામાં શહીદ પાર્ક બનાવવામાં આવશે.

રિવરફ્રન્ટના Dy.MC ના જણાવ્યા પ્રમાણે જમીન રિકલેમ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. જ્યાં શહીદ સ્મારક પાર્ક, સ્પોર્ટ્સ સંકુલ અને આર્મી માટે રેસ્ટ રૂમ બનાવવામાં આવશે. આ પહેલા શહીદ સૈનિકોના 3 પરિવાર દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી. જે રજુઆતના ગણતરીના દિવસોમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે. કેંટોનમેન્ટ બોર્ડ અને AMC ને પત્ર લખી આ મામલે આગળ વધવા આદેશ પણ અપાયા છે.

શહીદ પાર્કની ડિઝાઇન અને સ્વરૂપ અંગે આગામી સમયમાં આખરી નિર્ણય કરાશે. પરંતુ હાલમાં ફેઝ 2 માં શહીદ પાર્ક, સ્પૉર્ટ્સ કોમ્પલેક્ષ અને સોલ્જર રેસ્ટ રૂમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ફેઝ-2 માં બને તરફ થઈને 11 કિલોમીટરના પટ્ટામાં વિવિધ પ્રકલ્પો બનાવાશે જેમાં તેનો સમાવેશ થાય છે.

આમ ફેઝ 1 જે હાલમાં કાર્યરત છે, તે 22 કિલો મીટરમાં ફેલાયેલો છે જે બાદ હવે ફેઝ 2 ડફનાળાથી ઈન્દિરા બ્રિજ મળી કુલ 34 કિલો મીટરમાં રિવરફ્રન્ટ તૈયાર થશે. જ્યા શહેરીજનોને રસ્તા સાથે વિવિધ સુવિધાઓ પણ મળી રહેશે.

 

આ પણ વાંચો : Ahmedabad શહેરમાં વકરેલા રોગચાળાને કાબૂમાં લેવા કોર્પોરેશન તંત્ર એકશનમાં, 30 લાખ દંડ વસુલ્યો

આ પણ વાંચો : Gujaratની મહિલાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી યુએસએ સુધી બિઝનેસ ડેવલોપ કર્યો