Ahmedabad: સોલા સિવિલ હોસ્પીટલમાં મચ્છરજન્ય રોગોના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સોલા સિવિલ હોસ્પીટલમાં માત્ર સાત દિવસની અંદર ડેન્ગ્યુના 42 અને ચિકન ગુનીયાના 12 કેસ સામે આવ્યા છે. સતત વધતાં જતાં કેસોને લઈને આરોગ્ય વિભાગની કામગીરી શંકાના દાયરામાં આવી છે.
સોલા સિવિલ હોસ્પિટલની ઓપિડીમાં દર્દીઓની લાઈન લાગે છે. આપને જણાવી દઈએ કે દરરોજ 1500 થી 2000 કેસ ઓપિડીમાં આવી રહ્યા છે. સંખ્યાબંધ કેસની સામે માત્ર 2 કેસ બારી હોવાથી દર્દીઓને ભારે હાલાકીઓ ભોગવવી પડે છે. આ સાથે જ હોસ્પિટલના કર્મચારીઓ મોડા આવતા હોવાની પણ ફરિયાદો સામે આવી રહી છે. બપોરના સમયમા 12 થી 3 નો રિસેસનો સમય પણ ઘટાડવા દર્દીઓની માંગ ઉઠી છે.
આ પણ વાંચો: Ahmedabad: રક્ષાબંધન પૂર્વે માદરેવતન જવા ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે ઉમટી મુસાફરોની ભીડ
આ પણ વાંચો: SBI ખાસ તમારા માટે લાવ્યું છે e-RUPI, બહેનોને આ રક્ષાબંધનમાં આપો કેશલેસ ભેટ