અમદાવાદ SOG એ ડ્રગ્સનો વેપાર કરતી રિવોલ્વર રાનીને ઝડપી પાડી, જાણો કરી રીતે કોલેજના સમયે ડ્રગ્સનાં રવાડે ચડી યુવતી

|

Aug 08, 2023 | 3:12 PM

આખરે રિવોલ્વર રાનીને ડ્રગ્સ સાથે અમદાવાદ પોલીસે પકડી પાડી. ઉચ્ચ અભ્યાસ કરેલી આ યુવતી કોલેજ સમયે જ ડ્રગસનાં રવાડે ચડી ગઈ હતી.

અમદાવાદ SOG એ ડ્રગ્સનો વેપાર કરતી રિવોલ્વર રાનીને ઝડપી પાડી, જાણો કરી રીતે કોલેજના સમયે ડ્રગ્સનાં રવાડે ચડી યુવતી

Follow us on

અમદાવાદ SOG દ્વારા વધુ એક વખત એક યુવતી સહિત ચાર લોકોને ડ્રગ્સ વેચતા પકડી પાડ્યા છે. પોલીસે માહિતીના આધારે ચાર લોકો જાહેરમાં ડ્રગ્સ વેચતા (drug dealer) હતા તે દરમિયાન તેમને પકડી પાડ્યા છે. જોકે પોલીસે ચારેયની પૂછપરછ દરમિયાન અનેક ખુલાસાઓ પણ થયા છે અને આ યુવતી પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ હોવાનું અને ઘણા સમયથી ડ્રગ્સ વેચતી હોવાનું પણ સામે આવ્યું છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં યુવાધનને બરબાદ કરતાં ડ્રગ્સ વેચાણના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે અમદાવાદ એસઓજી પોલીસ દ્વારા ડ્રગ્સ વેચતા ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસે એક યુવતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે કે જેઓ શહેરના નરોડાના નાના ચિલોડા વિસ્તારમાં શિખર એવન્યુ પાસે જાહેરમાં ડ્રગ્સ વેચતા હતા.

પોલીસે કાઝીમઅલી ઉર્ફે વસીમ સૈયદ, શબ્બીરમીયા ઉર્ફે જગો શેખ, નઈમુદીન સૈયદ અને વિશાખા ઉર્ફે રિવોલ્વર રાનીની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ચારેય આરોપીઓ છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ વેચતા હતા અને આ ડ્રગ્સનો જથ્થો તેઓ શાહપુરના એક વ્યક્તિ પાસેથી લઈ આવ્યા હતા જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ ચારેય આરોપીઓ ડ્રગ્સના બંધાણી છે તેને જ કારણે તેઓ ડ્રગ્સ વેચવા પણ લાગ્યા હતા. પોલીસે ચારેય પાસેથી કુલ 3 લાખથી વધુની કિંમતનો 31.640 ગ્રામ ડ્રગસનો જથ્થો પકડી પાડયો છે.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

કોણ છે રિવોલ્વર રાની ?

પોલીસે પકડેલા ચાર આરોપીઓમાંથી વિશાખા ઉર્ફે રિવોલ્વોર રાની કે જે મૂળ રાજસ્થાનની છે અને તે ઘણા સમયથી ડ્રગ્સ વેચવાનું કામ કરતી હતી. વિશાખાની તપાસ કરતા તે બીકોમ, એલએલબી સુધીનો અભ્યાસ કરેલો છે. વિશાખા કોલેજ સમયથી જ દ્રગસ સેવન કરવાની આદતી બની ચૂકી હતી જે બાદ તે દ્રગસ સેવન કરવાની સાથે સાથે વેચવા લાગી હતી. જોકે થોડા સમય પહેલાં ચાંદખેડામાંથી એસઓજી દ્વારા ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી તેમાં પણ વિશાખાનું નામ સામે આવ્યું હતું.

વિશાખાના પરિવાર દ્વારા પોલીસને એક ઈમેલ મારફતે વિશાખા ડ્રગ્સની આદત ધરાવતી હોવાનું અને ડ્રગ્સ વેચતી હોવાનું માહિતી આપી હતી જેને કારણે પણ પોલીસ વિશાખાને છેલ્લા ચાર પાંચ મહિનાથી શોધતી હતી અને આખરે વિશાખા જાહેરમાં ડ્રગ્સ વેચતી પોલીસના હાથે પકડાઈ ચૂકી છે. વિશાખાએ થોડા સમય પહેલા પોતાનો એક રિવોલ્વર સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો જેને લઈને તેનું નામ રિવોલ્વર રાની પણ પડ્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદમાં 15 દિવસમાં 1021 લોકો ઓવરસ્પીડથી ગાડી ચલાવતા પકડાયા, 470 લોકો સામે ડ્રીંક એન્ડ ડ્રાઈવ અંતર્ગત કાર્યવાહી

હાલ તો પોલીસે જાહેરમાં ડ્રગ્સ વેચતા ચારેયની ધરપકડ કરી ફરિયાદ નોંધ આગળની કાર્યવાહી કરી છે. આરોપીઓએ આ ડ્રગ્સનો જથ્થો જે વ્યક્તિ પાસેથી મંગાવ્યો છે તેની પોલીસ હવે શોધખોળ કરી રહી છે. આ ઉપરાંત પોલીસને એ પણ શંકા છે કે વિશાખા કોલેજમાં લાંબા સમય સુધી અભ્યાસ કર્યો છે, જેથી વિદ્યાર્થીઓના સંપર્કમાં હોવાથી ત્રણેય લોકો યુવાનોને તેમજ કોલેજના વિદ્યાર્થીઓને પણ ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરતા હશે જેને લઈને પણ પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 3:11 pm, Tue, 8 August 23

Next Article