અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં નશાકારક દવાઓનુ ગેરકાયદે વેચાણ થતુ હોવાનું સામે આવ્યુ છે. સસ્તા નશા માટે ઉપયોગમાં લેવાતી નશાકારક દવાઓનુ ગેરકાયદે વેચાણ કરનાર એક મહિલા સહિત 2 લોકોની SOGએ ધરપકડ કરી છે. આરોપીઓ મેડિકલ સ્ટોરમાં મંજૂરી વિના નશાકારક દવાઓનુ વેચાણ કરતા હોવાનુ સામે આવ્યુ છે. પોલીસે આરોપીઓ પાસેથી 30 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અમરાઈવાડીમાં આવેલા ભીલવાડાની ધનલક્ષ્મી મેડિકલ સ્ટોરમાં નશાકારક દવાઓનું ગેરકાયદે વેચાણ કરનાર ભાઈબહેનની SOG એ ધરપકડ કરી છે. સુરજભાન રાજપુત અને રૂક્ષ્મણી રાજપુતની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એસઓજીએ મેડિકલમાં તપાસ કરતા પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતી અને નશામાં ઉપયોગ લેવાતી દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. એસઓજીએ 30,266 નંગ નશાકારક ટેબ્લેટ કબજે કરી છે. મહત્વનું છે કે આ દવાઓનો મોટાભાગે ઉપયોગ નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી હોવાનું સામે આવ્યું છે.
નશાકારક દવાઓના વેચાણ કરતા ભાઈબહેનની ધરપકડ કરી પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે ,આ નશાનો ઉપયોગ રિક્ષાચાલક અને શ્રમિકો નશા માટે કરતા હતા. જેમાં એક સાથે ચાર જેટલી ટેબલેટ લેવાથી નશો થતો હતો, ઉપરાંત 35 રૂપિયામાં જ આ ગોળીઓ મળતી હોવાથી સસ્તા નશા તરીકે શ્રમિકો તેનો ઉપયોગ વધુ કરતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ દવાઓ અસારવાના રવિ નામના યુવક પાસેથી ખરીદતા હતા, જે હાલ ફરાર છે.
તમામ દવાઓનું બિલ વિનાજ વેચાણ થતુ હોવાનુ પણ તપાસમાં સામે આવ્યુ છે. જેથી તેનો કોઈ રેકોર્ડ મળે નહીં. જોકે અસારવાથી આ દવાઓ વેચાઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા તે દિશામાં તપાસ શરૂ કરી છે. શહેરમાં અલગ- અલગ પ્રકારે જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરીને નશો કરવામાં આવી રહ્યો છે. તેવામાં શહેર પોલીસે ડ્રગ્સ ગાંજા દારૂ સહિત અલગ અલગ રીતે નશામાં ઉપયોગમાં લેવાતી દવાઓનું ગેરકાયદે વેચાણ કરનાર લોકો વિરોધ પણ કાર્યવાહી શરૂ કરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો