એસ.કે અલબેલાએ પશ્ચિમ રેલવેના મુખ્ય કાર્મિક અધિકારી તરીકેનો ચાર્જ મેળવી લીધો છે. એસ કે અલબેલાએ તેમના પ્રતિનિયુક્તિ સમયગાળા ઉપરાંત ભારતીય રેલના વિવિધ મંડળો, કારખાના અને મુખ્ય કાર્યાલયોમાં અનેકવિધ માનવ સંસાધન સંબંધિત કાર્યો કર્યાં છે. તેમણે તત્કાલીન પૂર્વ રેલવેના ધનબાદ મંડળમાં આસિસ્ટન્ટ કાર્મિક અધિકારી તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી.
તેમણે પશ્ચિમ રેલવેના મુંબઇ સેન્ટ્રલ, ભાવનગર અને વડોદરા મંડળોમાં બ્રાન્ચ અધિકારી તરીકે પણ કામગીરી કરી. તેમણે પશ્ચિમ રેલવેમાં મુખ્ય કાર્મિક અધિકારી (સત્તા) અને મુખ્ય કાર્મિક અધિકારી (ઔદ્યોગિક સંબંધિત) તથા મધ્ય રેલવેમાં મુખ્ય કાર્મિક અધિકારી (સત્તા)ના હોદ્દાઓ પર કાર્ય કરતાં વિવિધ જવાબદારીઓ અદા કરી છે. તેમણે મુંબઇ રેલવે વિકાસ નિગમ લિમિટેડ (MRVC)માં પ્રતિનિયુક્તિ પર પણ કામ કર્યું છે. પશ્ચિમ રેલવેમાં હોદ્દો ગ્રહણ કરતાં પહેલાં શ્રી અલબેલા દક્ષિણ પશ્ચિમ રેલવે અને પશ્ચિમ મધ્ય રેલવેમાં મુખ્ય વિભાગ અધ્યક્ષ હતા.
એસ. કે. અલબેલા એચઆર પ્રોફેશનલ છે, જેની પાસે કાર્યનીતિક સંગઠનાત્મક લક્ષ્યો માટે માનવ સંસાધનનો ઉપયોગ કરવામાં માનવ સંસાધનની પહેલ સાથે સંગઠનાત્મક વિકાસનું નેતૃત્વ કરવાનો 34 વર્ષોનો અનુભવ છે. તેમણે અંગ્રેજી લિટરેચરમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અને જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, મુંભઇથી એચઆરડીમાં એમબીએ કર્યું છે. તેમણે સીમેન્સ, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં ટેક્નિકલ ટૂર ઉપરાંત ચીન, સિંગાપુર અને થાઇલેન્ડમાં શહેરી પરિવહન પ્રશિક્ષણ સંબંધી ટૂર પણ કરી ચૂક્યા છે. ગ્રૂપ મહાપ્રબંધક (એચઆર એન્ડ માર્કેટિંગ) અને તે પછી રેલટેલના પશ્ચિમી શ્રેત્રમાં ઇડી તરીકે પણ શ્રી અલબેલાએ તેના દૂરસંચાર વિષણન ઉપરાંત ત્રણ રેલવે/મંડળોમાં સમય કરતાં વગેલાં ઇ-ઓફિસને કાર્યાન્વિત કરવામાં ભારે સફળતા મેળવી છે.
તેમની ભવ્ય કારકિર્દીમાં એસ. કે અલબેલાને તેમની ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી અંગે વર્ષ 2008માં રેલ મંત્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઉપરાંત, વર્ષ 2001માં વડોદરા મંડળ માટે મહાપ્રબંધક તરીકે કાર્મિક પ્રબંધન શીલ્ડ અને વર્ષ 2021-22માં પશ્ચિમ મધ્ય રેલવે માટે રાષ્ટ્રીય સ્તરે કાર્મિક પ્રબંધન શીલ્ડ મેળવ્યો. તે તેમની કેટલીક ઉલ્લેખનીય ઉપલબ્ધિઓ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો