Ahmedabad : અમદાવાદના સિંધુ ભવન(Sindhu Bhavan Road)રોડ પર વધુ એક સ્ટંટનો(Stunt)વીડિયો વાયરલ થતાં સરખેજ પોલીસે કાર્યવાહી કરી છે. સિંધુભવન રોડ વિસ્તારમાં ફાઇવ સ્ટાર હોટેલો અને અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નિવાસ સ્થાનો પણ આવેલા છે. અહી સમગ્ર દેશ વિદેશમાંથી અનેક નાગરીકો આવાગમન કરતા હોય છે.
જેથી જ આ વિસ્તારમાં પોલીસને પણ સૌથી વધુ પેટ્રોલિંગની સાથે સોશિયલ મીડીયા પર વોચ રાખવા આદેશ કરવામાં આવ્યા છે અને સ્ટંટ કરતા વીડિયો કે ફોટોગ્રાફ વિરૂધ્ધ પણ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.
જેને અનુસંધાને ગત ફેબ્રુઆરી મહિનામાં સિંધુભવન રોડ ઉપર રાતના સમયે જાહેરમાં ચાર ગાડીઓ સાથે સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વીડિયો પોલીસના ધ્યાનમાં આવતા તે બાબતે તપાસ કરતા અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારના અસામાજીક તત્વો હોવાનુ સામે આવ્યું હતું.
સરખેજ પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી આસીફઅલી સૈયદ, હાજીમ હારુનભાઈ શેખ, શાહનવાઝ સરકુદીન શેખ અને સમીરખાન સલીમખાન પઠાણની ધરપકડ કરી હતી ગાડીઓ જપ્ત કરી હતી.
આ સમગ્ર કેસની તપાસ પૂર્ણ થતાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ પણ ફાઈલ કરી દીધી હતી. જે બાદ સમગ્ર કેસમાં વધુ માહિતીઓ સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસને આ કેસમાં વધુ વીડિયો સામે આવતા વધુ ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી જેમાં આ સ્ટંટ માં સામેલ વધુ એક આરોપી જુનેદ જાવેદભાઈ મિર્ઝાની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે આવા અસામાજિક તત્વો તેમજ સ્ટંટ કરતા લોકોમાં એક દાખલો બેસાડવો પકડાયેલા આરોપી જુનેદ મિર્ઝાને સિંધુ ભવન રોડ પર લઈ જઈ જ્યાં સ્ટંટ કર્યો હતો ત્યાં સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. તો સાથે જ ત્યાં ઉઠક બેઠક કરાવી હતી.
તેમજ એક બોર્ડ કે જેમાં લખ્યું હતું કે “ગાડી મેરે બાપ કી હૈ પર રોડ નહિ” આ પ્રમાણેના બોર્ડ દ્વારા જાહેરમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે પોલીસ દ્વારા આ પ્રમાણે કાર્યવાહી કરતા અન્ય કે યુવક યુવતીઓ અહી સ્ટંટ કરતા હોય છે તેના માટે એક ચેતવણી પણ ગણી શકાય.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો