Ahmedabad : અમદાવાદની ચાંદખેડાની શિબાની રોયે મિસીસ ઈન્ડિયા ક્વિન 2023 બાદ મિસીસ અર્થ ક્વીનનો ખિતાબ પણ મેળવ્યો છે. જેના લીધે કોર્પોરેશનના તમામ પદાધિકારીઓએ મિસીસ ઈન્ડિયા ક્વિનને મિસીસ અર્થ ક્વિન બનવા માટે શુભેચ્છા આપી હતી. પોતાની કારકિર્દીની ચડતી અને પડતી વિશે મિસીસ ઈન્ડિયા ક્વીને મેયરને વાત કરી હતી. મિસીસ ઈન્ડિયા ક્વિન 2023ના વિજેતા શિબાની રોયએમેયર કિરીટ પરમાર ડે. મેયર ગીતાબેન પટેલ અને અમદાવાદ શહેર પ્રભારી ધર્મેન્દ્ર શાહની શુભેચ્છા મુલાકાત લીધેલ હતી.
અમદાવાદનાં બંગાળી પરિવારમાં જન્મેલ અને ઉછેર પામેલ શિબાની રોય બંગાળના કલ્ચરની સાથે ગુજરાતી ફોક ડાન્સને પણ રાષ્ટ્રીય સ્તરે લઈ જનાર, જી.એલ.એસ. યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે પોતાની કારકિર્દી પસંદ કરનાર અને હાલમાં જ મિસીસ ઈન્ડિયા ક્વિન 2023ના વિજેતા જેઓને બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુન્દ્રાના હસ્તે મિસીસ ઈન્ડિયા ક્વિન 2023નો તાજ પહેરાવવામાં આવેલ છે. મિસીસ ઈન્ડિયા ક્વિન 2023 નો ખિતાબ જીત્યા બાદ ચાંદખેડાની શિબાની રોયે અમદાવાદનું નામ દેશભરમાં રોશન કર્યું છે.
અમદાવાદના મેયર કિરીટ પરમાર, ડે. મેયર ગીતાબેન પટેલ અને અમદાવાદ શહેર પ્રભારી ધર્મેન્દ્ર શાહની શુભેચ્છા મુલાકાત દરમ્યાન પોતે કેવી રીતે આ ક્ષેત્રમાં આગળ વધ્યા, મિસીસ ગુજરાતનો તાજ જીત્યા અને ટી.વી. રીયાલીટી શોમાં પણ કરેલ કામગીરી અંગે મેયર કિરીટ પરમાર સાથે ચર્ચા કરેલ અને મેયર ડેપ્યુટી મેયર અને અમદાવાદ શહેર પ્રભારીએ શિબાની રોય પોતાના કાર્યક્ષેત્રમાં ખુબ આગળ વધે પોતાના માતા-પિતા, પરિવાર અને અમદાવાદ ગુજરાતનું નામ ઉજ્જવળ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો