
અમદાવાદને (Ahmedabad) શહેરમાં ડ્રગ્સનો(Drugs)કાળો કારોબાર દિવસે ને દિવસે વધી રહ્યો છે. જેમાં એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ દ્વારા અનેક ડ્રગ્સ પેડલરોને પકડી પાડવાના પણ કિસ્સાઓ સામે આવે છે. ડ્રગ્સ પેડલરો નવી નવી મોડસ ઓપરેન્ડી અજમાવી શહેરમાં ડ્રગ્સ પહોંચાડી રહ્યાં છે. ત્યારે એસઓજીએ પણ અમદાવાદમાં ગાંજો આપનાર સાત લોકોની ધરપકડ કરી જે આરોપીઓ ગરીબ હોવાનો સ્વાંગ રચી બાદમાં મુસાફરો સાથે રહેલો સામાન લઈ તેમાં ગાંજો લઈ અમદાવાદ આવ્યા હતા અને પોલીસે તેમને ઝડપી પાડયા હતા.
આ પકડાયેલા આરોપીઓમાં મોહમદ ફારૂક શેખ, મુરૂગન સુબ્રમણ્યમ અને તેની પત્ની સોલૈયા માલ, સમીર સિપાઈ, સત્યા નાદન ઉર્ફે સત્યદેવ ખ્રિસ્તી, શેલવી નાયડુ અને પૂજા ગોયલ છે. જેમાં ફારૂક શેખ, સમીર સિપાઈ, સત્યા નાદન ઉર્ફે સત્યદેવ અમદાવાદના છે. આ આરોપીઓ 3.96 લાખનો 39 કિલો ગાંજો વિશાખાપટનમના કાકીનાળાની ટ્રેનમાં જથ્થો લાવ્યા હતા અને ગાંજાના વેચાણ માટે પ્રખ્યાત એવા સેટેલાઇટના રામદેવનગર અને ગુલબાઈ ટેકરા ખાતે પહોંચાડવાના હોવાનું સામે આવ્યું છે. આ ગુનામાં હજુય ત્રણ આરોપીઓ વોન્ટેડ છે જે અમદાવાદમાં રહીને આ ગાંજો છૂટક વેચાણ કરવાના હોવાનું સામે આવ્યું છે.
જેમાં કોઈ યુવતી ડ્રગ્સનું સેવન કરતા પકડાઈ તો કોઈ દંપતી સાથે અન્ય શખ્સ કેરિયર બનતા ઝડપાયા ત્યારે હવે ગરીબ હોવાનો સ્વાંગ રચી ગાંજાની હેરાફેરી કરનારા લોકો પોલીસની નજરે ચઢતા ડ્રગ્સ માફિયાઓમાં સન્નાટો છવાઈ ગયો છે.
Published On - 8:42 pm, Sat, 23 July 22