અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ (Ahmedabad serial blast case)માં આજે દોષિતોને સજાની જાહેરાત કરવામાંં આવી છે. શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટ (special court) કુલ 49 દોષિત પૈકી 38 દોષિતને ફાંસી, 11 દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે. તો સાથે જ કોર્ટે તમામ આરોપીને 2.85 લાખનો દંડ ફટકાર્યો છે. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસીક ચુકાદો આવ્યો છે. 38 આરોપીઓને UAPA એક્ટ હેઠળ ફાંસીની સજા ફટકારવામાં આવી છે, સાથે જ ઇજાગ્રસ્તોને રુ 50,000 નું વળતર સરકાર આપે તેવો કોર્ટે આદેશ કર્યો છે. તો મૃતકના પરિવારને રાજ્ય સરકાર 1 લાખ વળતર આપે તેવો કોર્ટે હુકમ કર્યો છે. તો સામાન્ય ઇજાગ્રસ્તોને 25 હજાર રુપિયા આપવા આદેશ કરાયો છે. સૌથી વધુ 7 હજાર 15 પાનાંનો ચુકાદો આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે 9 ફેબ્રુઆરીએ સ્પેશિયલ કોર્ટે કુલ 77 આરોપીમાંથી 49 આરોપીને દોષિત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય 28 આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.
ગુજરાતનો પ્રથમ એવો કેસ જેમાં 38 દોષિતને એક સાથે ફાંસીની સજા ફટકારાઇ છે. જુદા જુદા અવલોકન પછી કોર્ટે આ સજા ફટકારી છે.
38 આરોપીઓને UAPA એક્ટ હેઠળ ફાંસીની સજા અપાઇ. કોર્ટે તમામ આરોપીને 2.85 લાખનો દંડ ફટકાર્યો
અમદાવાદને ધ્રુજાવવા માટે આતંકીઓ મુંબઇથી કારમાં વિસ્ફોટકો લાવ્યા હતા.. કાર મારફતે અમદાવાદ-સુરતમાં વિસ્ફોટકો લવાયા હતા. બ્લાસ્ટ માટે આતંકીઓએ 13 સાયકલો ખરીદી હતી. એવી પણ જાણકારી મળી છે કે સ્થાનિક સ્લીપર સેલનો બ્લાસ્ટમાં ઉપયોગ કર્યો હતો. મુફ્તી અબુ બશીરે સ્લીપર સેલ તૈયાર કર્યો હતો.
વર્ષ-2008માં અમદાવાદમાં જે બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા તેનું ષડયંત્ર કેરળના જંગલોમાં ઘડાયું હતું. ગોધરાકાંડ બાદના રમખાણોનો બદલો લેવા આ કાવતરૂ ઘડવામાં આવ્યું હતું. આતંકીઓએ કેરળના વાઘમોરાના જંગલોમાં બ્લાસ્ટની તાલીમ લીધી હતી. આતંકીઓની એક ટીમ ટ્રેન મારફતે અમદાવાદ આવી હતી.
અમદાવાદની સાબરમતી જેલમાં સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપીઓ દ્વારા અગાઉ 213 ફૂટની સુરંગ ખોદીને ભાગી જવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, જે કેસ હજી પણ મેટ્રોપોલિટન કોર્ટમાં પડતર છે.
આ કેસમાં અલગ-અલગ 521 જેટલી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે, એક ચાર્જશીટમાં 9800 પાનાનો ઉપયોગ કરાયો છે એટલે તમામ ચાર્જશીટ મળીને કુલ 51 લાખ જેટલા પાનાનો ઉપયોગ કરાયો છે.
આ કેસમાં અત્યાર સુધીમાં 1163 સાક્ષીઓની જુબાની લેવાઇ ચૂકી છે. તેમજ 1237 સાક્ષીઓને રાજ્ય સરકાર દ્વારા પડતા મુકાયા છે.
આ કેસમાં કુલ 78 આરોપીઓ સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. જ્યારે હજી આ કેસમાં 8 આરોપીઓ એવા છે જેમને પોલીસ હજુ શોધી રહી છે.
26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટમાં પોલીસ દ્વારા સુરતમાં લગભગ 15 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી, અને અમદાવાદમાં 20 જેટલી ફરિયાદો નોંધવામાં આવી હતી.આ કેસમાં કુલ 78 આરોપીઓ સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો
નીચેના 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારાઇ
જાહીદ ઉર્ફે જાવેદ – ફાંસી
ઇમરાન ઇબ્રાહીમ શેખ – – ફાંસી
ઇકબાલ કાસમ શેખ – ફાંસી
સમુસુદ્દીન શેખ – ફાંસી
ગ્યાસુદ્દીન અન્સારી – ફાંસી
મોહંમદ આરીફ કાગઝી – ફાંસી
મોહંમદ ઉસ્માન અગરબત્તીવાળા – ફાંસી
હુસૈન મન્સુરી – ફાંસી
કમરૂદ્દીન ઉર્ફે રાજા – ફાંસી
આમીલ પરવાજ – ફાંસી
સીબલી ઉર્ફે સાબીત – ફાંસી
સફદર હુસૈન નાગોરી – ફાંસી
હાફીજહુસૈન અદનાન – ફાંસી
મોહંમદ સાજીક સાદ – ફાંસી
અબુબસર ઉર્ફે મુફ્તી શેખ – ફાંસી
અબ્બાસ સમેજા – ફાંસી
જાવેદ અહેમદ શેખ – ફાંસી
અતિકુરરહેમાન ખીલજી – આજીવન કેદ
મહેંદીહસન અન્સારી – – આજીવન કેદ
ઇમરાન અહેમદ પઠાણ – આજીવન કેદ
મહંમદ અલી અબુબકર – આજીવન કેદ
મહંમદ ઇસ્માઇલ મન્સુરી – ફાંસી
અફઝલ ઉસ્માની – ફાંસી
મોહંમદ સાદીક શેખ – – આજીવન કેદ
મહંમદ આરીફ શેખ – ફાંસી
આસીફ શેખ – ફાંસી
રફીયુદ્દીન કાપડીયા – આજીવન કેદ
મહંમદ આરીફ મીરઝા – ફાંસી
કયામુદ્દીન કાપડીયા – ફાંસી
મહંમદસૈફ શેખ – ફાંસી
જીસાન અહેમદ – ફાંસી
ઝીયાઉર રહેમાન – ફાંસી
મોહંમદ શકીલ લુહાર – ફાંસી
અનીક ખાલીદ
મોહંમદ અકબલ ચૌધરી – ફાંસી
ફઝલે રહેમાન દુરાની – ફાંસી
મોહંમદ નૌસાદ સૈયદ
અહેમદબાવા બરેલવી – ફાંસી
સરફુદ્દીન સત્તાર – ફાંસી
સૈફુર રહેમાન અન્સારી – ફાંસી
મોહંમદ અન્સાર
સાદુલી અબ્દુલકરીમ – ફાંસી
મોહંમદ તનવીર પઠાણ – ફાંસી
આમીન ઉર્ફે રાજા – ફાંસી
મોહંમદ મોબીન – ફાંસી
મોહંમદઅબરાર મણીયાર
મોહંમદ રફીક – ફાંસી
તૌસીફખાન પઠાણ – ફાંસી
38 આરોપીઓને UAPA એક્ટ હેઠળ ફાંસીની સજા ફટકારવામાં આવી છે, સાથે જ ઇજાગ્રસ્તોને રુ 50,000 નું વળતર સરકાર આપે તેવો કોર્ટે આદેશ કર્યો છે. તો મૃતકના પરિવારને રાજ્ય સરકાર 1 લાખ વળતર આપે તેવો કોર્ટે હુકમ કર્યો છે.
દેશના ઇતિહાસનો સૌથી મોટો ચુકાદો, 13 વર્ષે અમદાવાદ બ્લાસ્ટ કેસના દોષિતોને સજા મળી
અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટમાં 49 પૈકી 11ને આજીવન કેદની સજા ફટકારાઇ
અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટમાં 49માંથી 38 દોષિતોને ફાંસીની સજા ફટકારાઇ છે.
દોષિત નંબર 1થી 18ને ફાંસીની સજા
2008 Ahmedabad Serial Blast verdict Live:
તમામ 49 આરોપીઓને 120(B) મુજબ આજીવન કેદ અને 10 હજાર દંડ.. જો દંડ નહીં ભારે તો 2 મહીના વધુની સજા
120 બી હેઠળ સજા… આજીવન કેદ
121 એ હેઠળ..10 વર્ષ
307 હેઠળ…10 વર્ષ
124 એ હેઠળ… આજીવન કેદ
326 હેઠળ..10 વર્ષ
અલગ અલગ કલમો હેઠળ કોર્ટ દ્વારા તમામ આરોપીઓને કોર્ટ સજા સંભળાવી રહી છે .
2008 Ahmedabad Serial Blast verdict Live:
2008 Ahmedabad Serial Blast verdict Live: અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટમાં 49 દોષિતોને આજીવન કેદની સજા, દરેકને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
Published On - 11:21 am, Fri, 18 February 22