Ahmedabad: મેળામાં પ્રેમીને મળવા ગયેલી પત્નીને જોઈને પતિએ પ્રેમીને જાહેરમાં રહેંસી નાખ્યો

|

Apr 07, 2023 | 6:15 PM

પત્ની અને પ્રેમી એકબીજાને મળીને મેળાની મજા ઉઠાવી રહ્યા હતા. ત્યારે જ પતિ દીપકે પત્ની અને પ્રેમી પૂનમ સોલંકીને સાથે જોઈ જતા જ જાહેરમાં છરી વડે દીપકે પ્રેમીની હત્યા કરી દીધી છે. જેમાં છરી વડે હત્યાના લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

Ahmedabad: મેળામાં પ્રેમીને મળવા ગયેલી પત્નીને જોઈને પતિએ પ્રેમીને જાહેરમાં રહેંસી નાખ્યો
Ahmedabad Changodar Murder

Follow us on

અમદાવાદના ચાંગોદરમાં મેળામાં પ્રેમીને મળવા ગયેલી પત્નીને જોઈને પતિએ પ્રેમીની જાહેરમાં હત્યા કરી છે. આ હત્યાનો લાઈવ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં પત્નીએ આપેલો દગાને લઈને તેની આંખોની સામે ઘાતકી હત્યા કરી હતી. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે. પોલીસ ગિરફતમાં રહેલ દિપક મકવાણાએ તેની પત્નીના પ્રેમીની જાહેરમાં હત્યા કરી છે. પત્ની તેના પ્રેમી સાથે મેળામાં પહોંચી અને પતિ જોઈ જતા પ્રેમીને ઉપરા છાપરી છરીના ધા ઝીકી રહેંસી નાખ્યો. જોકે ઘટના કઈક એવી છે કે બાવળામાં રહેતા દિપક મકવાણાની પત્નીના પ્રેમી પૂનમ જીગ્નેશ સોલંકી સાથે પ્રેમ સંબંધ હતો.પરતું તે પ્રેમ સંબંધની જાણ દીપકને થઈ હતી જેથી ગત રાત્રિના સમયે બાવળા હાઇવે પર પત્નીની પાછળ વોચ રાખી પતિ દિપક બેઠો હતો.ત્યારે પત્ની સાણંદ મોડાસર ગામના એક મેળામાં ગઈ હતી.

છરી વડે હત્યાના લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા

જ્યાં પત્ની અને પ્રેમી એકબીજાને મળીને મેળાની મજા ઉઠાવી રહ્યા હતા. ત્યારે જ પતિ દીપકે પત્ની અને પ્રેમી પૂનમ સોલંકીને સાથે જોઈ જતા જ જાહેરમાં છરી વડે દીપકે પ્રેમીની હત્યા કરી દીધી છે. જેમાં છરી વડે હત્યાના લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેને લઈ ચાંગોદર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે.

પત્નીની આંખોની સામે પ્રેમીની ઘાતકી હત્યા કરી દીધી

આ પકડાયેલ આરોપી દિપક મકવાણાની પૂછપરછ કરતા કહેવું છે કે તેની પત્ની હેતલ છેલ્લા ઘણા સમયથી અલગ રહે છે અને છૂટાછેડા પણ આપતી નથી.જોકે તેના આડા સંબંધ હોવા છતાં પતિને દગો આપતી હતી.જેનો ગુસ્સો આવતા જ પતિએ હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.પત્નીના પ્રેમીની હત્યા કરવા માટે દીપકે થોડા દિવસ પહેલા જ ચપ્પુ ખરીદયું હતું.જો કે પતિ દિપક પત્નીને પ્રેમી સાથે રંગે હાથ પકડવા માટે રાહ જોઈ રહ્યો હતો અને ગત રાત્રીના સમયે મેળામાં સાથે જોઈ જતાં પત્નીની આંખોની સામે પ્રેમીની ઘાતકી હત્યા કરી દીધી હતી.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આ પણ વાંચો : Gujarati Video : રાજકોટના જસદણના બોર્ડિંગ સ્કૂલના ગૃહપતિ પર અત્યાચારનો આરોપ, વિદ્યાર્થીને વીજ કરંટ આપ્યાનો પરિવારજનોનો આક્ષેપ

જ્યારે જાહેરમાં હત્યા સમયે આરોપી દીપકને અટકાવવા અનેક લોકોએ પ્રયત્ન કર્યો હતો.પરતું દિપક પર જુનુન સવાર હતું અને તે હત્યા કરી ફરાર થઈ ગયો હતો પરંતુ મોડી રાત્રે પોલીસ સ્ટેશન હાજર થઈ જતાં આરોપી દીપક મકવાણાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Next Article