પશ્ચિમ રેલવેના(Western Railway) અમદાવાદ(Ahmedabad)ડિવિઝન દ્વારા શુક્રવારે ડિવિઝનલ ઑફિસના ઑડિટોરિયમમાં રવિન્દ્ર ગુપ્તા ડિરેક્ટર જનરલ, રેલવે બોર્ડ, નવી દિલ્હી અને તરુણ જૈન, ડિવિઝનલ રેલવે મેનેજર ના નિર્દેશન હેઠળ એક સેફ્ટી સેમિનારનું(Safety Seminar) આયોજન કરવામાં આવ્યું હતું. આ માહિતી આપતાં ડિવિઝનલ રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે ડાયરેક્ટર જનરલ સેફ્ટી એઉપસ્થિત તમામ સભ્યોને સલામતી વધુ સારી બનાવવા માટે તેમના મંતવ્યો પૂછ્યા હતા અને જણાવ્યું હતું કે રેલવે એ ભારતીય જનતાની જીવનરેખા છે, તેથી તમામ રેલવે કર્મચારીઓની નૈતિક જવાબદારી છે કે તેઓ તેમના કામ દ્વારા કોઈપણ પ્રકારનો ટ્રેન અકસ્માત ન થાય તે સુનિશ્ચિત કરે.
સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલા વિવિધ ટેકનિકલ અને ઓપરેશનલ સંબંધિત વિષયો પર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન (PPT) દ્વારા, ઓનલાઈન અને ઓફલાઈન હાજર તમામ વરિષ્ઠ સુપરવાઈઝર અને કર્મચારીઓને રેલ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. સલામતી સેમિનારમાં,મુખ્ય મુખ્ય સલામતી અધિકારી – ચર્ચગેટ સતીશ દુધે અને વિભાગીય રેલ્વે મેનેજર તરુણ જૈને પણ ઉપસ્થિત અધિકારીઓ/સુપરવાઈઝર સાથે તેમના અનુભવો શેર કર્યા અને તેમને સલામતીના ક્ષેત્રમાં જાગ્રત રહેવાની સલાહ આપી.
સલામતી વિભાગ અમદાવાદ વિભાગના વરિષ્ઠ વિભાગીય સલામતી અધિકારી એ. વી. પુરોહિતે સુપરવાઈઝર અને સ્ટાફને સલામતી સુનિશ્ચિત કરવા સાવચેતી સાથે તેમનું કામ કરવા સમજાવ્યું. કાર્યક્રમના અંતે આસિસ્ટન્ટ ડિવિઝનલ સેફ્ટી ઓફિસર ગૌરવ સારસ્વતે ઉપસ્થિત તમામ અધિકારીઓ, સુપરવાઈઝર અને તેમના સ્ટાફનો આભાર માન્યો હતો.
સેફ્ટી સેમિનારમાં તમામ શાખાના અધિકારીઓ, સુપરવાઇઝર અને સ્ટાફના 125 જેટલા સભ્યો હાજર રહ્યા હતા. સલામતી સેમિનાર/મીટિંગમાં, યુટ્યુબ લાઇવના લગભગ 355 કર્મચારીઓ અને ઝૂમ એપ પરના 100 જેટલા લાઇન સ્ટાફ કર્મચારીઓને પણ આ સેમિનારમાંથી સલામતી સુનિશ્ચિત કરવાનો લાભ મળ્યો.
આ પણ વાંચો : ભાવનગરથી સાબરમતી વાયા બોટાદ ઇન્ટરસીટી ટ્રેનની લોકો જોઈ રહ્યા છે રાહ
આ પણ વાંચો : અમદાવાદ જિલ્લામાં ગંગા સ્વરૂપા બહેનોને છેલ્લાં એક વર્ષમાં રૂ.137 કરોડથી વધુની સહાય ચૂકવાઇ