Ahmedabad : સાબરમતી નદીની સફાઇ નહીં થાય ! મ્યુનિસિપલ કમિશ્નરે હાથ કર્યા અધ્ધર

|

Aug 27, 2021 | 6:55 AM

આ વખતે રાજ્યમાં ઓછો વરસાદ જોતાં તેની સીધી અસર સાબરમતી નદીની સફાઇ ઉપર પણ જોવા મળશે. કારણ એ છે કે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સાબરમતી નદીની સફાઇ બાબતે કમિટીના સભ્યોએ રજુઆત કરી.

Ahmedabad : સાબરમતી નદીના કાંઠે વસેલા અમદાવાદ માટે અફસોસની વાત એ છે કે એની સફાઈ બાબતે તંત્રએ અને હાલના કમિશનરે હાથ અધ્ધર કરી દીધા છે. જેની સામે અમદાવાદને એક સમયે વિજય નહેરા જેવા મ્યુનિસિપલ કમિશનર અને બિજલ પટેલ જેવા મેયર પણ મળ્યા હતા કે જેમણે સાબરમતી નદીની સફાઇ બાબતે ગંભીરતા દાખવી હતી.એટલું જ નહીં મુખ્યપ્રધાન રૂપાણીને પણ આમંત્રિત કરીને અનેક દિવસો સુધી નદીની સફાઇનુ અભિયાન પણ હાથ ધર્યુ હતુ.

આ વખતે રાજ્યમાં ઓછો વરસાદ જોતાં તેની સીધી અસર સાબરમતી નદીની સફાઇ ઉપર પણ જોવા મળશે. કારણ એ છે કે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સાબરમતી નદીની સફાઇ બાબતે કમિટીના સભ્યોએ રજુઆત કરી. પરંતુ મ્યુનિસિપલ કમિશ્નરે સાફ શબ્દોમાં હાલના તબક્કે સફાઈ શક્ય ન હોવાનું કહીને હાથ અધ્ધર કરી દીધા છે.

તેમણે કહ્યું કે સાબરમતીમાં નર્મદાનું પાણી છોડવામાં આવશે તો જ નદીની સફાઈ શક્ય બનશે. એનો મતલબ એવો થયો કે વરસાદ ન વરસે તો આવનારા ચોમાસા સુધી નદીની સફાઈ કોઈ પ્રકારે શક્ય બનશે નહિ.પણ કમિશ્નર સાહેબને સમજાવે કોણ કે નર્મદાનુ પાણી છોડવામા આવે તો વહેતા પાણીમાં સફાઇની ક્યાં જરુર છે ?

બાકી એક સમય એ પણ હતો કે જ્યારે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને મેયર બિજલ પટેલે સાબરમતી નદીની સફાઇ માટે મુખ્યમંત્રીને આમંત્રિત કરી નદીની સફાઈનું અભિયાન છેડયું હતું. એટલું જ નહી અલગ અલગ એનજીઓ બિલ્ડરો, ડોક્ટરો અને સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પણ આમંત્રીત કરવામાં આવ્યા હતા.

અને સાબરમતીની સફાઈ થઈ હતી. જોકે હાલ તો પર્યાવરણ પ્રેમીઓ અને સાબરમતી નદી પણ એ દિવસો યાદ કરી સફાઈવીરોને સાદ આપી રહી હોય એવું લાગી રહ્યું છે.

Next Video