Ahmedabad: બાપુનગરની રઘુનાથ સ્કૂલમાં હોબાળો, શિક્ષકો સાથે ગેરવર્તન કરતા હોવાનો આક્ષેપ

|

Jun 14, 2021 | 12:22 PM

Ahmedabad : કોરોના કાળમાં પણ વિદ્યાર્થીઓની ફીને લઈને વારંવાર ચર્ચામાં રહેલી સ્કુલોની વધુ એક દાદાગીરી સામે  આવી છે,બાપુનગરની રઘુનાથ સ્કૂલમાં(Raghunath School) સંચાલકો શિક્ષકો સાથે ગેરવર્તન કરતા સ્કૂલમાં હોબાળો થયો છે.

Ahmedabad : કોરોના કાળમાં પણ વિદ્યાર્થીઓની ફીને લઈને વારંવાર ચર્ચામાં રહેલી સ્કુલોની વધુ એક દાદાગીરી સામે  આવી છે, બાપુનગરની રઘુનાથ સ્કૂલમાં(Raghunath School) સંચાલકો શિક્ષકો સાથે ગેરવર્તન કરતા સ્કૂલમાં હોબાળો થયો છે.

રઘુનાથ સ્કૂલનાં સંચાલકે(School Admin)   દારૂ પીને શિક્ષકો સાથે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ થતા મામલો ગરમાયો હતો. શિક્ષકોનું કહેવું છે કે, આ મામલે પોલીસે તપાસ કરીને સંચાલક સામે  કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

રઘુનાથ સ્કૂલનાં સંચાલકે ગાળાગાળી કરીને શિક્ષકો સાથે ગેરવર્તન કરતા સ્કુલમાં હોબાળો થયો હતો, ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. હાલ,પોલીસે સ્કૂલનાં સંચાલક સામે પ્રોહીબિશનનો ગુનો (Prohibition Act) નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વપૂર્ણ છે કે,આ અગાઉ પણ અનેક સ્કુલ સંચાલકોની મનમાની સામે આવી ચુકી છે,જેમાં શિક્ષકો સાથેની ગેરવર્તુણક (Misconduct)થયા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે,પરંતુ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાતા વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે.

 

Next Video