Ahmedabad: રામોલના તક્ષશિલા રોડ પર ગેસ કટરથી ATM કાપીને 35 લાખ રૂપિયાની લૂંટ, આરોપીઓ ફરાર

|

Feb 10, 2022 | 5:29 PM

આરોપીઓએ પોતાની ઓળખ ન થાય માટે પહેલા ATM સેન્ટર પર રહેલ CCTV કેમેરા પર બ્લેક સ્પ્રે છાંટયો તેમજ સાયરનના કેબલ પણ કાપી નાખ્યા હતા, બાદમાં પોતાની સાથે લાવેલ ગેસ કટર વડે ATM મશીન કાપી 35 લાખની રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

Ahmedabad: રામોલના તક્ષશિલા રોડ પર ગેસ કટરથી ATM કાપીને 35 લાખ રૂપિયાની લૂંટ, આરોપીઓ ફરાર
રામોલના તક્ષશિલા રોડ પર ગેસ કટરથી ATM કાપીને 35 લાખ રૂપિયાની લૂંટ

Follow us on

અમદાવાદમાં થોડા દિવસથી ચોરી અને લૂંટની ઘટનાઓ વધી રહી છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી મોટી ચોરી (Robbery) ની ઘટના સામે આવી છે. જેમાં ચોર ટોળકી એક ATM ને ગેસ કટરથી કાપી અંદાજે 35 લાખની ચોરી કરી ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે. જે ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રામોલ (Ramol) પોલીસ સ્ટેશન ખાતે ATM કંપનીમાં કામ કરતા એક કર્મચારીએ ફરિયાદ કરી કે રામોલ તક્ષશિલા રોડ પર SBI બેન્કના ATM માંથી ચોરી થયાની તેઓને જાણ થઈ હતી. ઘટનાની જાણ થતા સ્થળ પર જઈને જોતા ગેસ કટર (gas cutter) થી ATM મશીન કાપી ચોરી કર્યાનું દેખાયું હતું. જે અંગે કર્મચારીએ રામોલ પોલીસને જાણ કરતા સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી.

આ તરફ પોલીસને જાણ કરતા સ્થળ પર આવી પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે આરોપીઓએ પોતાની ઓળખ ન થાય માટે તેઓએ પહેલા ATM સેન્ટર પર રહેલ CCTV કેમેરા પર બ્લેક સ્પ્રે છાંટયો તેમજ કોઈ ને ઘટનાનો ખ્યાલ ન આવે તે માટે તેઓએ સાયરનના કેબલ પણ કાપી નાખ્યા હતા. બાદમાં ટોળકી પોતાની સાથે લાવેલ ગેસ કટર વડે ટોળકીએ ATM મશીન કાપી 35 લાખની રકમની ચોરી કરી ફરાર થઇ ગયા.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા


પોલીસ (Police) ને આશંકા છે કે ચોર ટોળકીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યા પહેલા ATM સેન્ટર અને વિસ્તારની રેકી કરી હોઈ શકે છે. જે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ ચોર ટોળકીના કેટલાક દ્રશ્યો ATM સેન્ટરના કેટલાક કેમેરામાં કેદ થઈ જતા તેના આધારે અને પહેરવેશ ધારે પોલીસે ટોળકીને પકડવા તપાસ તેજ કરી છે. તેમજ આરોપીઓએ ATM સેન્ટર અને વિસ્તારની રેકી કરી છે કે કેમ તે જાણવા આસપાસના CCTV ફૂટેજ તપાસવાની પણ તપાસ તેજ કરી.

હાલ તો પોલીસ ચોર ટોળકીને પકડવામાં માટે કામે લાગી છે. જેમાં સ્થાનિક પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ ગઈ છે. તો જે રીતે ચોરી થઈ છે તેના પરથી પોલીસ ને આશંકા છે કે ચોરીની ઘટનામાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો હોઈ શકે છે. જેથી પોલીસે તેવા શકમંદના આધારે પણ તપાસ તેજ કરી છે.

આ પણ વાંચોઃ મધ્યાહન ભોજનમાં બાળકોને અપાતા ચોખા પ્લાસ્ટિકના નહીં, પણ પોષણયુક્ત ફોર્ટિફાઈડ ચોખા છેઃ ફુડ રિસર્ચ લેબોરેટરી

આ પણ વાંચોઃ રાજકોટ પોલીસ કમિશનર તોડકાંડ કેસમાં તપાસ કમિટીની એક ટીમ રાજકોટ પહોંચી, નિવેદનો નોંધી કડીઓ મેળવવાની કોશિશ કરાઈ

Next Article