Ahmedabad: આંબલી ગામમાં બિલ્ડરની ઓફિસમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપીની ધરપકડ

|

Feb 28, 2023 | 8:26 PM

અમદાવાદના આંબલી ગામમાં બિલ્ડરની ઓફિસમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો. જેમાં છ લોકોની ગેંગમાંથી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં બોપલના એક આરોપીએ ટીપ આપી હતી. જેમાં આ ગેંગ રાજસ્થાનથી આવતી હતી. તેમજ આરોપીઓનો પતો માત્ર એક બાઇકને ટ્રેક કરતા લાગ્યો હતો. આ ઓફિસ પર આવતી હાઇફાઇ ગાડીઓને જોઇને બહુ રૂપિયા મળશે તેવી લાલચે ગેંગે કરી હતી.

Ahmedabad: આંબલી ગામમાં બિલ્ડરની ઓફિસમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપીની ધરપકડ
Ahmedabad Builder Office Loot Accused Arrested

Follow us on

અમદાવાદના આંબલી ગામમાં બિલ્ડરની ઓફિસમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો. જેમાં છ લોકોની ગેંગમાંથી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં બોપલના એક આરોપીએ ટીપ આપી હતી. જેમાં આ ગેંગ રાજસ્થાનથી આવતી હતી. તેમજ આરોપીઓનો પતો માત્ર એક બાઇકને ટ્રેક કરતા લાગ્યો હતો. આ ઓફિસ પર આવતી હાઇફાઇ ગાડીઓને જોઇને બહુ રૂપિયા મળશે તેવી લાલચે ગેંગે કરી હતી. આ આરોપી હિતેશ મીણા, જીતેન્દ્ર મીણા અને તેની સાથે એક સગીર હાલ લૂંટના ગુનામાં પકડાયા છે.આ રાજસ્થાનની એક ગેંગ છે જે મહિને એકાદ બે વાર અમદાવાદ તથા અન્ય જગ્યાઓએ ચોરી તથા લૂંટને અંજામ આપવા આવે છે.

હાઉસ ઓફ આદી નામની આંબલી ગામમાં આવેલી બિલ્ડરની ઓફિસ પર પહેલા રેકી કરી

આ પકડાયેલ આરોપી જીતેન્દ્ર લૂંટ વાળી જગ્યાએથી અવાર નવાર પસાર થતાં ત્યાં મોંઘીદાટ ગાડીઓ આવતી હોવાથી આરોપી જીતેન્દ્રને વધુ પૈસા મળશે તેમ માની લૂંટ કરવાનુ નક્કી કર્યું અને આરોપીઓને રાજસ્થાનથી બોલાવી શનિવારે રાત્રે લૂંટને અંજામ આપ્યો છે. આ આરોપીઓએ હાઉસ ઓફ આદી નામની આંબલી ગામમાં આવેલી બિલ્ડરની ઓફિસ પર પહેલા રેકી કરી. આ આરોપીઓએ ત્યાં રહેતા બે લોકોમાંથી એકને પાઇપ મારી હત્યાની કોશિષ કરી તો એકને બંધક બનાવી કરોડોની લૂંટ ચલાવવાનું માની અંદર ઘૂસ્યા છે. લૂંટ કરી તો માત્ર એક લાખની રકમ તેઓને મળી લૂંટ કરી આરોપીઓ ભાગી ગયા અને એક બાઇક પણ લૂંટી ગયા.જેના આધારે ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

પોલીસ તેને સાથે રાખી આરોપીઓને શોધવા નીકળ્યા હતા

ચોરી કરેલ બાઇકની તપાસ કરતા આરોપીઓ નારણપુરા તરફ લઈ ગયા હોવાની દિશા મળતા ત્યાં પહોંચ્યા.બાઇક પોલીસને બિનવારસી મળ્યું.જેથી બાઇક લેવા કોઇ આવે તેની રાહમાં વીસેક જેટલાની પોલીસની ટીમ આખી રાત વેશપલટો કરી ગરીબ અને સીધા સાદા માણસો દેખાય તેમ બેસી રહી.આખરે વાસુદેવ નામનો એક વ્યક્તિ બાઇક લેવા આવ્યો અને પોલીસે તેને ઝડપી પાડ્યો.જો કે તે બાઇકની ચાવી તેને રાકેશ મીણાએ આપી અને તેના કહેવા પર લેવા આવ્યો હોવાની કબૂલાત કરી.જેથી પોલીસ તેને સાથે રાખી આરોપીઓને શોધવા નીકળ્યા હતા.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

જેમાં બાઇક લેવા આવનાર વાસુદેવે પોલીસ આગળ કબૂલાત કરી નાખી કે રાકેશ મીણા અનેક ચોરીના ગુનામાં સંડોવાયેલો છે અને દર એક બે મહિને માલારામ મીણા અને લલિત ઉર્ફે લલ્લુ ધુલિયા સાથે ચોરી કરવા આવે છે અને સોલા ખાતે ઓરડીમાં રહે છે…જેથી પોલીસ તાત્કાલિક તે ઓરડીમાં તપાસ કરવા પહોંચી તો હિતેશ મીણા કે જે લૂંટમાં સંડોવાયેલ હતો તેને પોલીસે ઝડપી પાડ્યો..તેણે કુલ છ શખ્સો લૂંટમાં હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.

જે પૈકી રાકેશ અને લલિત બે દિવસ પહેલા રાજસ્થાનથી આવી કિશોર સાથે મળી રેકી કરવા લાગ્યા હતા. પોલીસે ઓરડીમાં તપાસ કરતા લૂંટમાં ગયેલો માલ પણ મળી આવ્યો હતો.બાદમાં લૂંટ કોના કહેવા પર કરી તે બાબતે પૂછતાં નામ સામે આવ્યું જીતેન્દ્ર મીણાનું, જેની પણ પોલીસે ધરપકડ કરી છે. જીતેન્દ્ર બોપલ ખાતે રહી હોસ્પિટલમાં નોકરી કરતો હતો.પણ આ લૂંટ વાળી જગ્યા પાસેથી નીકળે ત્યારે મોંઘીદાટ ગાડીઓ જોઇ તેને કરોડોની લૂંટનો વિચાર આવ્યો અને તેણે ટીપ આપી આરોપીઓને બોલાવી લૂંટ કરાવી અને ઓછી રકમ મળતા આઠ આઠ હજાર નો ભાગ અન્ય આરોપીઓને આપી દીધો હતો.

પોલીસે વેશપલટો કરી 36 કલાક જાગી ઝડપી પાડ્યા

હાલ સરખેજ પોલીસે હિતેશ અને મુખ્ય આરોપી જીતેન્દ્રની ધરપકડ કરી કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર સામે કાર્યવાહી કરી છે…જ્યારે હવે પોલીસે રાકેશ, માલારામ અને લલિતની શોધખોળ કરવા ટીમો રાજસ્થાન રવાના કરી છે.આરોપીઓએ પોલીસને ગુમરાહ કરવા ચડ્ડી બનિયનધારીનો સ્વાંગ રચ્યો હતો. જો કે આરોપીઓને પકડવા પોલીસે વેશપલટો કરી 36 કલાક જાગી ઝડપી પાડ્યા.માત્ર એક બાઇકનું એનાલિસીસ કરી આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા તો મળી સાથે જ લૂંટનો મુદ્દામાલ પણ રિકવર કર્યો.ત્યારે હાલ ત્રણેલ શખ્સો સાથે રાખી પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ તો શરૂ કરી છે.

આ પણ વાંચો : Breaking News : ફરજીયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અંગેનું બિલ વિધાનસભામાં સર્વાનુંમતે પાસ, કોંગ્રેસ અને AAPએ પણ બિલને આપ્યો ટેકો

Next Article