Ahmedabad : સાબરમતી નદીમાં પાણીની આવક વધતા રિવરફ્રન્ટ વૉક-વે અવર જવર માટે બંધ કરાયો

|

Aug 17, 2022 | 9:15 PM

અમદાવાદની (Ahmedabad) સાબરમતી નદીમાં પાણી છોડાયું છે તેમજ આગામી સમયમાં પાણીની આવક વધી શકે તેમ છે. જેના પગલે કોપોરેશન દ્વારા સાવચેતીના ભાગરૂપે ત્રે 9 વાગ્યા બાદ રિવરફ્રન્ટ વૉક-વે બંધ કરવામાં આવશે.

Ahmedabad : સાબરમતી નદીમાં પાણીની આવક વધતા રિવરફ્રન્ટ વૉક-વે અવર જવર માટે બંધ કરાયો
Ahmedabad Riverfront Walkway
Image Credit source: File Image

Follow us on

ગુજરાતના (Gujarat)અનેક જિલ્લાઓમાં સતત વધી રહેલા વરસાદ(Rain)અને ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે રાજ્યના જળાશયોમાં સતત પાણીની આવક વધી રહી છે. જેમાં નર્મદા ડેમમાંથીપણ પાણી છોડવામાં આવી રહ્યું છે. તેમજ સાથોસાથ ધરોઇ ડેમમાંથી પણ અમદાવાદની (Ahmedabad) સાબરમતી નદીમાં પાણી છોડાયું છે તેમજ આગામી સમયમાં પાણીની આવક વધી શકે તેમ છે. જેના પગલે કોપોરેશન દ્વારા સાવચેતીના ભાગરૂપે ત્રે 9 વાગ્યા બાદ રિવરફ્રન્ટ વૉક-વે બંધ કરવામાં આવશે.

જેમાં હાલ સાબરમતી નદીમાં 75 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. જયારે નર્મદા કેનાલ, સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું છે. નર્મદા કેનાલમાંથી 3000 ક્યુસેક પાણી છોડાયું છે.તેમજ સંત સરોવરમાંથી 12 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. જેના લીધે આવતીકાલે વહેલી સવારે સાબરમતી નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળશે. જેના લીધે વૉક-વે પર સામાન્ય નાગરીકોની અવરજવર બંધ કરાશે. આ ઉપરાંત વાસણા બેરેજના 7 દરવાજા ખોલાયા છે. જયારએ નદીનું લેવલ 127 ફૂટ જાળવી રખાયું છે.

ગુજરાત અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના  પગલે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. જેના પગલે ધરોઈ ડેમના કુલ 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના પગલે હાલ સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં કાંઠા વિસ્તારના નીચાણ વાળા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ શહેરમાં ભારે વરસાદ અને ધરોઇ ડેમમાંથી પાણી છોડાયા બાદ નદીમાં પાણીની સપાટી 128 ફૂટ કરવામાં આવી છે. તેમજ ધરોઇ ડેમમાં પાણી અમદાવાદ પહોંચે તે પહેલા જ નદી ખાલી કરાવામાં આવી છે. તેમજ સાબરમતી નદી પરના વાસણા બેરેજના સાત દરવાજા ખોલવામાં આવ્યા છે.

ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
Tech Tips: એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો

ઉત્તર ગુજરાતની જીવાદોરી સાબરમતી નદી  પર આવેલા ધરોઈ ડે માં પણ છેલ્લા ચોવીસ કલાકથી પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે. સોમવાર મધ્યરાત્રીથી થઈ રહેલી પાણીની આવક ડેમની સપાટી સતત વધવા લાગી હતી. ધરોઈ ડેમ હવે તેની ભય જનક સપાટીથી નજીક છે. જેના પગલે ધરોઈ ડેમના 4 દરવાજા 3 ફૂટ સુધી ખોલાયા છે. દર કલાકે 80 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. દર કલાકે ધરોઈ ડેમમાંથી 17 હજાર 950 ક્યૂસેક પાણી છોડાઇ રહ્યુ છે. તો ધરોઈ ડેમની જળ સપાટી 618.27 ફૂટ પર પહોંચી છે.

ગુજરાતની જીવાદોરી નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટી 134.35 મીટર પર પહોંચી છે. ડેમમાં 6 લાખ 24 હજાર 418 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 5 લાખ 63 હજાર 324 ક્યુસેક પાણીની ડેમમાંથી જાવક થઈ રહી છે. ડેમના 23 દરવાજા 3.25 મીટર ખોલી 5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. રિવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇનથી 44 હજાર 532 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,792 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે.

Published On - 9:13 pm, Wed, 17 August 22

Next Article