Ahmedabad Rathyatra: જગન્નાથ મંદિરમાં મામેરું નીકળ્યું, બેન્ડવાજા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયાં

|

Jun 27, 2022 | 11:09 AM

રથયાત્રામાં દરવર્ષે ટ્રકોનું સૌથી મોટું આકર્ષણ હોય છે. આ વર્ષે પણ ટ્રકોને વિશેષ રૂપથી શણગારવાનું આયોજન છે. બે વર્ષ બાદ 101 જેટલા ટ્રક અલગ-અલગ પ્રકારની ઝાંખી કરાવતા જોવા મળશે.

અમદાવાદ (Ahmedabad) માં 145મી રથયાત્રા (Rathyatra) નીકળવાની છે ત્યારે મંદિર તરફથી ભગવાને મહામુલુ મામેરુ કરવામાં આવે છે. રથયાત્રાના વિવિધ કાર્યક્રમોમાં આ મામેરાનું પણ વિશેષ મહત્ત્વ છે. આજે વાજતે ગાજતે ભગવાનનું મામેરું નીકળ્યું હતું. બેન્ડવાજા સાથે વાજતે ગાજતે નીકળેલા મામેરામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. યજમાનો ભગવાનના વાઘા આભૂષણ સાથે નીકળ્યાં હતા. જગન્નાથ મંદિર (Jagannath temple) પરિસરમાં ભગવાનના વાઘા અને શણગાર દર્શન માટે મૂકવામાં આવ્યાં હતાં. મામેરાં દરમિયાન હાથીઓને પણ શણગારવામાં આવ્યા હતા. બેન્ડવાઝાના તાલે મહિલાઓએ ગરબા કર્યા હતા.

ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભગવાનના દર્શન માટે લોકોમાં થનગનાટ છે. દરવર્ષે ટ્રકો રથયાત્રાનું સૌથી મોટું આકર્ષણ હોય છે. આ વર્ષે પણ ટ્રકોને વિશેષ રૂપથી શણગારવાનું આયોજન છે. બે વર્ષ બાદ 101 જેટલા ટ્રક અલગ-અલગ પ્રકારની ઝાંખી કરાવતા જોવા મળશે. આ વખતે અયોધ્યાના રામ મંદિર અને અમરનાથ ધામની ઝાંખી આકર્ષણનું કેન્દ્ર રહેશે.. લોકોને આબેહૂબ રામ મંદિર અને અમરનાથ ધામના દર્શન કરવા મળશે. બીજીતરફ ઈનામ આપીને ટ્રક સુશોભિત કરનાર મંડળને પ્રોત્સાહિત કરાશે.

અમદાવાદ શહેરમાં નીકળનારી રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અખાડાના કરતબકારોમાં ભારે ઉત્સાહ છે.. પોલીસ વિભાગના અધિકારીઓ તેમનો ઉત્સાહ વધારી રહ્યા છે. અત્યાર સુધીમાં પ્રથમ વખત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અખાડાના કરતબકારોને પ્રેક્ટિસ કરતા નીહાળવામાં આવ્યા હતા. એટલું જ નહીં રથયાત્રા દરમિયાન તેમને પડતી મુશ્કેલીઓ અને અગવડો બાબતે પણ ખુલ્લા મને ચર્ચા કરવામાં આવી હતી. રથયાત્રામાં બે વર્ષ બાદ 30 જેટલા અખાડાના 3 હજાર કરતબકારો અલગ અલગ પ્રકારના કરતબ કરીને લોકોને મનોરંજન પૂરું પાડશે.

Next Video