Ahmedabad : વટવા રેલવે લોકો શેડને લોકોમોટિવ્સની જાળવણી માટે શ્રેષ્ઠ કાર્યક્ષમતા બદલ શિલ્ડ પ્રાપ્ત

|

May 25, 2022 | 10:47 PM

24મી મેના રોજ મુંબઈમાં યોજાયેલા એવોર્ડ સમારંભમાં પશ્ચિમ રેલવેના(Western Railway) પ્રમુખ મુખ્ય ઈલેક્ટ્રિકલ એન્જિનિયર દ્વારા વર્ષ 2021-22 માટે વલસાડ શેડની સાથે સંયુક્ત રીતે કાર્યક્ષમતા શિલ્ડ(Shield)આપવામાં આવ્યો હતો.

Ahmedabad : વટવા રેલવે લોકો શેડને લોકોમોટિવ્સની જાળવણી માટે શ્રેષ્ઠ કાર્યક્ષમતા બદલ શિલ્ડ પ્રાપ્ત
Ahmedabad Vatva Railway Loco Shed Get Shield

Follow us on

પશ્ચિમ રેલ્વેના(Western Railways)અમદાવાદ રેલ્વે મંડળના લોકો શેડ વટવાએ(Vatva)સૌપ્રથમ 2019 માં ઇલેક્ટ્રિક એન્જિનની જાળવણી શરૂ કરી હતી, ત્યારબાદ લોકો શેડને જે વેગ મળ્યો હતો, તે હજુ પણ જાળવી રાખવામાં આવ્યો છે. વટવા શેડની આ કઠિન મહેનતનું પરિણામ છે કે તાજેતરમાં 24મી મેના રોજ મુંબઈમાં યોજાયેલા એવોર્ડ સમારંભમાં પશ્ચિમ રેલવેના પ્રમુખ મુખ્ય ઈલેક્ટ્રિકલ એન્જિનિયર દ્વારા વર્ષ 2021-22 માટે વલસાડ શેડની સાથે સંયુક્ત રીતે કાર્યક્ષમતા શિલ્ડ(Shield)આપવામાં આવ્યો હતો.

વટવા શેડએ પશ્ચિમ રેલ્વેમાં તેનું નિયત સ્થાન હાંસલ કરવામાં સફળતા પ્રાપ્ત કરી

સિનિયર મંડળ મિકેનિકલ એન્જિનિયર એસ.પી. ગુપ્તાએ માહિતી આપી હતી કે લોકો શેડ, વટવાએ ખૂબ જ ટૂંકા ગાળામાં ઇલેક્ટ્રિક અને ડીઝલ લોકોમોટિવ્સની જાળવણીના સંદર્ભમાં સમગ્ર પશ્ચિમ રેલ્વેમાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે હાલમાં વટવા શેડમાં 40 ઈલેક્ટ્રિક અને 104 ડીઝલ એન્જિનના જાળવણીનું કામ થઈ રહ્યું છે. તથા શેડ દ્વારા છેલ્લા 2 વર્ષોમાં કોરોના રોગચાળાની ભયંકર સમસ્યાઓ હોવા છતાં દરેક પડકારો નો સામનો કરીને વટવા શેડના કર્મચારીઓએ તેમની તમામ મહેનત, સમર્પણ અને ક્ષમતા સાથે કામ કર્યું હતું, જેના પરિણામ સ્વરૂપ વટવા શેડએ પશ્ચિમ રેલ્વેમાં તેનું નિયત સ્થાન હાંસલ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

હાલમાં લોકો શેડમાં ઈલેક્ટ્રીક લોકો મેઈન્ટેનન્સ માટે મૂળભૂત સુવિધાઓ વિકસાવવા માટે ઘણા મોડ્યુલ પર કામ કરવામાં આવી રહ્યું છે. તથા આગળ પણ શેડના વિકાસ માટે નવા કામ કરવાની યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.લોકો શેડ, વટવા એ ખૂબ જ ટૂંકા ગાળામાં ઇલેક્ટ્રિક અને ડીઝલ લોકોમોટિવ્સની જાળવણીના સંદર્ભમાં સમગ્ર પશ્ચિમ રેલ્વેમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ઈલેક્ટ્રીક એન્જિનનું મેઈન્ટેનન્સ કરીને ઓછા સમયમાં વિશ્વસનીયતા મેળવી

આ રેકોર્ડ બનાવવા બદલ વટવા શેડના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ અભિનંદનને પાત્ર છે. આ વાત સિનિયર મંડળ મિકેનિકલ એન્જિનિયર (ડીઝલ) એસ.પી. ગુપ્તાએ વટવા શેડને લોકોમોટિવની જાળવણી માટે પશ્ચિમ રેલ્વે હેડક્વાર્ટર મુંબઈ દ્વારા પ્રદાન કરવામાં આવેલ શિલ્ડ મેળવવાના પ્રસંગે વ્યક્ત કરી હતી. એસ પી ગુપ્તાએ જણાવ્યું હતું કે વટવા શેડને તબક્કાવાર રીતે ઇલેક્ટ્રિક લોકો શેડમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યો છે અને જે રીતે લોકો શેડ, વટવાના અધિકારીઓની જેમ જ તે કર્મચારીઓ ડીઝલ અને ઈલેક્ટ્રીક એન્જિનનું મેઈન્ટેનન્સ કરીને ઓછા સમયમાં વિશ્વસનીયતા મેળવી રહ્યા છે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટૂંક સમયમાં વટવા શેડ ઇલેક્ટ્રિક લોકોના જાળવણી કાર્યમાં નવી ઊંચાઈઓને સ્પર્શ કરશે.

Published On - 10:38 pm, Wed, 25 May 22

Next Article