Ahmedabad : ટ્રેનમાંથી મુસાફરોના કિંમતી સામાનની ચીલ ઝડપ કરતા કિશોર અને મહિલાને રેલવે પોલીસે ઝડપ્યા

|

Mar 22, 2023 | 4:49 PM

અમદાવાદ રેલવે પોલીસે મુસાફરોના કિંમતી સામાનની ચીલ ઝડપ કરતા કાયદાના સંઘર્ષમાં રહેલ કિશોર અને એક મહિલાને ઝડપ્યા છે. જેમાં પકડાયેલ કિશોર ચાલુ ટ્રેનમાં મુસાફરો સામાન ચોરી કરી ટ્રેનમાંથી ઉતરી જતો હતો.કિશોરે કરેલ ચોરીનો કિંમતી સામાન એક મહિલા સાચવતી હતી. જેમાં હાલ રેલવે પોલીસે આ ગુનામાં નૂરજહાં દીવાન જે મૂળ આણંદની રહેવાસી તેની ધરપકડ કરી છે

Ahmedabad : ટ્રેનમાંથી મુસાફરોના કિંમતી સામાનની ચીલ ઝડપ કરતા કિશોર અને મહિલાને રેલવે પોલીસે ઝડપ્યા
Railway Police Arrest Theft Accused

Follow us on

અમદાવાદ રેલવે પોલીસે મુસાફરોના કિંમતી સામાનની ચીલ ઝડપ કરતા કાયદાના સંઘર્ષમાં રહેલ કિશોર અને એક મહિલાને ઝડપ્યા છે. જેમાં પકડાયેલ કિશોર ચાલુ ટ્રેનમાં મુસાફરો સામાન ચોરી કરી ટ્રેનમાંથી ઉતરી જતો હતો.કિશોરે કરેલ ચોરીનો કિંમતી સામાન એક મહિલા સાચવતી હતી. જેમાં હાલ રેલવે પોલીસે આ ગુનામાં નૂરજહાં દીવાન જે મૂળ આણંદની રહેવાસી તેની ધરપકડ કરી છે. જેમાં તેનો કૌટુંબિક સગીર ભત્રીજાએ ટ્રેનમાં મુસાફરોના કિંમતી સામાની ચોરીનો મુદ્દામાલ આરોપી મહિલા પોતે સાચવતી હતી.અમદાવાદ રેલવે પોલીસે આરોપી મહિલા પાસેથી કુલ 8 મોબાઈલ , 1 લેપટોપ અને સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યા છે. પોલીસ તપાસમાં કિશોર છેલ્લા કેટલાય સમયથી રેલવે સ્ટેશન પર રહીને મોંઘી ચીજવસ્તુઓની ચીલઝડપ કરતો હતો.

મોબાઈલ કે દાગીના જેવી કિંમતી ચીજ- વસ્તુઓની ચીલઝડપ કરતો હતો

જેમાં કેટલીક વાર ચાલુ ટ્રેને પણ મોબાઈલ કે દાગીના જેવી કિંમતી ચીજ- વસ્તુઓની ચીલઝડપ કરતો હતો અને ત્યારબાદ મોંઘીદાટ ચીજ વસ્તુઓને વેચવા માટે તેના સગામાં થતી મહિલા આરોપી નૂરજહાંને આપી દેતો હતો જેના બદલામાં સગીરને મહિલા આરોપી સારસંભાળ રાખતી હતી અને જરૂર મુજબ રૂપિયા આપતી હતી.

આરોપીને ચોકલેટ એટલી હદે ભાવતી હતી કે ચીલઝડપ કરવા જતો ત્યારે વિવિધ ચોકલેટ લઈને જતો હતો

જેમાં આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છેલ્લા કેટલાય સમયથી તેના માતા પિતા થી દુર રહેતો હતો અને તેને ચોકલેટ ખાવાની ટેવ હતી જેને કારણે જ્યારે પણ તેની પાસે રૂપિયા ખૂટી જતા હતા ત્યારે તે આવી રીતે રેલવે સ્ટેશન પર જઈને મુસાફરોની મોંઘી ચીજ વસ્તુઓની ચીલઝડપ કરી લેતો અને એના જે રૂપિયા ઉપજતા તેની ચોકલેટ ખરીદીને ખાઈ લેતો હતો.આરોપીને ચોકલેટ એટલી હદે ભાવતી હતી કે ચીલઝડપ કરવા જતો ત્યારે પણ તે વિવિધ ચોકલેટ લઈને જતો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જેમાં આરોપી પાસેથી પોલીસે 8.82 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરેલો છે.. આ ઉપરાંત કિશોર સામે આણંદ રેલવે પોલીસ તેમજ અમદાવાદ રેલવે પોલીસમાં નોંધાયેલા ગુનામાં પકડાઈ ચૂક્યો છે, જો કે પોલીસને શંકા છે કે આરોપીની પૂછપરછમાં વધુ ગુનાઓના ભેદ ઉકેલાઇ શકે છે.

Next Article