Ahmedabad: રેલવેની પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો પરત ખેંચાયો, હવે 10 રૂપિયા જ વસુલાશે

|

Apr 07, 2022 | 8:23 AM

કોરોનાનું સંક્રમણમાં વધારો થવાને પગલે સ્ટેશનો પર ભીડ ઓછી કરવાના આશયથી તા.18 જાન્યુઆરીથી પ્લેટફોર્મ ટિકિટ (platform ticket) ના દર વધારીને 30 રૂપિયા કરી દેવામાં આવ્યા હતા.

કોરોના (Corona) કાળમાં રેલવે (Railway)  દ્વારા પ્લેટફોર્ટ ટિકિટ (platform ticket) ના દર વધારી દેવામાં આવ્યા હતા પણ હવે તેમાં રાહત આપવાનું શરૂ કરાયું છે. પશ્ચિમ રેલવે (Western Railway) ના અમદાવાદ (Ahmedabad)  વિભાગમાં આજથી તમામ રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર 30 રૂપિયાથી ઘટાડીને 10 રૂપિયા કરવાનો નિર્ણય લેવાયો છે. રેલવેના આ નિર્ણયથી રેલવે સ્ટેશને મુસાફરોને લેવા-મુકવા આવતા સ્વજનોને મોટી રાહત મળી રહેશે. હવે ટ્રેનો રાબેતા મુજબ ફરી શરૂ કરાઇ રહી છે ત્યારે આ રાહત મુસાફરો સાથે આવનારા લોકો માટે ફાયદાકાર સાબીત થશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાનું સંક્રમણ વધવાને પગલે સ્ટેશનો પર ભીડ ઓછી કરવાના આશયથી તા.18 જાન્યુઆરીથી પ્લેટફોર્મ ટિકિટના દર વધારીને 30 રૂપિયા કરી દેવામાં આવ્યા હતા. મુસાફરોની વધુ અવરજવર રહેતી હોય તેવા અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણા, ભુજ, મણિનગર, સાબરમતી સ્ટેશનો પર આ ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો હતો.

હવે જ્યારે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. રસીકરણ થઇ ગયું છે અને સંક્રમણનું જોખમ ઘટી ગયું છે ત્યારે અમદાવાદ વિભાગ દ્વારા સમગ્ર સ્થિતિના અભ્યાસ બાદ મુસાફરોના હિતમાં ઉપરોક્ત તમામ રેલવે સ્ટેશનો પર પૂનઃપ્લેટફોર્ટ ટિકિટનો દર 10 રૂપિયા કરી દેવાયો છે.

આ પણ વાંચોઃ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ગરમીના પ્રકોપથી મળશે રાહત, હવામાન વિભાગે કરી આગાહી

આ પણ વાંચોઃ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે જેને ગુજરાતના શિક્ષણમાં ખામી દેખાતી હોય તેણે સર્ટિફિકેટ લઈને બીજાં રાજ્યોમાં ચાલ્યા જવું જોઈએ!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Video