હોળીના તહેવારમાં લોકો પરિવાર સાથે તહેવારોની ઉજવણી માટે મોટી સંખ્યામાં પોતાના વતન જતા હોય છે. વતન જવા માટે અગાઉથી ટ્રેનના બુકિંગ પણ વધી જતા હોય છે. જેના કારણે રેલવે સ્ટેશન પર અત્યારથી જ લોકોની ભીડ જોવા મળી રહી છે. આ ભીડને પહોંચી વળવા માટે મુસાફરોને હાલાકી ન પડે તે માટે રેલવે વિભાગ વિશેષ ટ્રેન ચલાવવાનુ નક્કી કર્યુ છે. રેલવે વિભાગ જે વિશેષ ટ્રેન દોડાવવાનું છે તેમા…
આ તમામ ટ્રેન રેલવે વિશેષ ભાડા સાથે દોડાવાશે. જેથી રેલવેને નુકસાન ન જાય અને લોકોને સુવિધા પણ મળી રહે. એટલુ જ નહીં વતન જવા માટે લોકો 10 દિવસ કે તેના પહેલા વતન જતા હોય છે. જેના માટે તેઓ મહિના કે બે મહિના પહેલા ટીકીટ બુકીંગ કરાવતા હોય છે. જેના કારણે હાલમાં કોઈ ટ્રેનમાં 50 કે 100 વેઇટિંગ ચાલી રહ્યું છે. જે વેઇટિંગ અને લોકોની ભીડ ને પહોંચી વળવા માટે રેલવે દ્વારા જે ટ્રેનમાં 24 કોચ છે અને તેમાં વેઇટિંગ ચાલી રહ્યું છે. તો તેવી ટ્રેનમાં એક્સ્ટ્રા કોચ મૂકીને મુસાફરોને તેમના વતન પહોંચાડવા નિર્ધાર કર્યો છે. તેમજ વધુ કેટલીક સ્પેશ્યલ ટ્રેન દોડાવવી હોય કે એક્સ્ટ્રા કોચ લગાવવા હોય તો તેની પણ રેલવે એ તૈયારી દર્શાવી છે.
ઉલ્લેખનીય છે કે સ્પેશ્યલ ટ્રેનની વાત હોય કે રૂટિન. તમામમાં હાલ ધમધોકાર બુકીંગ ચાલી રહ્યું છે. લોકો વેબસાઈટ અને રિઝર્વેશન કેન્દ્ર પરથી ટીકીટ બુકીંગ કરાવી રહ્યા છે. જોકે વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડવાની હોવાથી મુસાફરોને તે ટિકિટ મોંઘી પડી શકે છે. જોકે તહેવારની ઉજવણી કરવા માટે લોકો વધુ ભાડા સાથે પોતાના વતન જઈ રહ્યા છે. તો એક અંદાજ એવો છે કે આ વર્ષે રેલવેમાં હોળી દરમિયાન વધુ મુસાફરો મુસાફરી કરી શકશે.
Published On - 5:40 pm, Mon, 27 February 23