પૂર્વોત્તર રેલવે (North Eastern Railway) વારાણસી મંડળના ગોરખપુર કેન્ટ યાર્ડના રિમોડેલિંગ અને ગોરખપુર કેન્ટ-કુસુમ્હી સ્ટેશનની વચ્ચે ત્રીજી લાઇનના સંબંધમાં નોન -ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક પ્રસ્તાવિત કરાયો છે.
Follow us on
Ahmedabad : પૂર્વોત્તર રેલવે (North Eastern Railway) વારાણસી મંડળના ગોરખપુર કેન્ટ યાર્ડના રિમોડેલિંગ અને ગોરખપુર કેન્ટ-કુસુમ્હી સ્ટેશનની વચ્ચે ત્રીજી લાઇનના સંબંધમાં નોન -ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક પ્રસ્તાવિત કરાયો છે. જેના કારણે અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ અને ગાંધીધામ-ભાગલપુર વિશેષ ટ્રેનોને અસર થશે.
તારીખ 11, 18 અને 25 ઓગસ્ટ, 2023 ના રોજ ગાંધીધામ થી ઉપડતી ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સ્પેશ્યલ એક્સપ્રેસ રદ રહેશે.
તારીખ 14, 21 અને 28 ઓગસ્ટ, 2023 ના રોજ ભાગલપુર થી ઉપડતી ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સ્પેશ્યલ એક્સપ્રેસ રદ રહેશે.
શોર્ટ ટર્મિનેટેડ/ શોર્ટ ઓરિજિનેટેડ ટ્રેનની માહિતી
તારીખ 23, 27 અને 29 ઓગસ્ટ 2023 ના રોજ અમદાવાદ થી ઉપડતી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ભટની જંક્શન સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટેડ (સમાપ્ત) થશે. અને ભટની અને ગોરખપુર વચ્ચે રદ રહેશે.
તારીખ 24, 28 અને 30 ઓગસ્ટ 2023 ના રોજ ગોરખપુર થી ઉપડતી ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન ભટની જંકશન સ્ટેશન થી શોર્ટ ઓરિજિનેટેડ (શરૂઆત) થશે. અને ગોરખપુર અને ભટની જંક્શન વચ્ચે રદ્દ રહેશે.
મુસાફરોને આ ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવી છે. ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
ટ્રેન નંબર 09208 ભાવનગર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 10 ઓગસ્ટ, 2023 (ગુરુવારે) ના રોજ ભાવનગર ટર્મિનસથી 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પહોંચશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ 11 ઓગસ્ટ, 2023 (શુક્રવારે) ના રોજ બાંદ્રા ટર્મિનસથી 09.15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે.
ટ્રેન નંબર 09208 અને 09207 માટે બુકિંગ 09 ઓગસ્ટ 2023 (બુધવાર) થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન અંગેની વિગતવાર માહિતી માટે યાત્રિયો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.