અમદાવાદની સૌથી જૂની ડ્રગ્સ ડીલર (Drugs dealer) અમીનાની સ્પેશિયલ ઓપરેશન ગૃપે (SOG) ધરપકડ કરી હતી. ત્યારબાદ રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં આજે એસઓજીની ટીમે અમીનાબાનુને સાથે રાખીને તેના કાલુપુર સ્થિત ભંડેરી પોળમાં આવેલા ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જ્યાં ટીમને એક મોબાઈલ અને એક ચિઠ્ઠી પર લખેલા બે નંબરો મળી આવ્યા હતા. આ નંબરો ડ્રગ્સના કનેક્શન હોવાનું હાલ એસઓજી માની રહી છે.
એસઓજી (SOG)ની ટીમને જે નંબરો મળી આવ્યા છે, તે અન્ય ડ્રગ્સ ડીલરના હોય તેવી પોલીસને પ્રાથમિક તબક્કે આશંકા છે તો બીજી તરફ આ સમગ્ર મામલે હવે અમદાવાદના લોકલ ડ્રગ્સ ડીલરો કઈ રીતે અમીના સાથે કનેક્શનમાં હતા. તે શોધવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અમીના એક દાયકાથી વધુ સમયથી ડ્રગ્સ સાથે જોડાયેલી છે પણ તેની હવે કડીઓ જોડાતી જાય છે. અમદાવાદ એસઓજીએ અમીનાને ઝડપ્યા બાદ હવે તેના દરેક કનેક્શન સામે આવી રહ્યા છે. ટૂંક સમયમાં અમદાવાદ શહેરના એમડી ડ્રગ્સ સાથે કનેક્શનનો ભાંડો ફૂટશે તેવું લાગી રહ્યું છે અને આ જ દિશામાં SOGએ કામગીરી શરૂ પણ કરી
બુટલેગરથી ડ્રગ્સ માંફિયા બનેલી આરોપી અમીનાબાનુનું નેટવર્ક મુંબઈ સુધી ફેલાઈ હોવાનું તપાસમાં ખુલ્યું છે. જેથી SOGની ટીમે તેના નિવાસસ્થાને સર્ચ કર્યાં બાદ બેન્ક એકાઉન્ટ અને મિલકતની પણ તપાસ કરશે. આ ઉપરાંત ડ્રગ્સ પેડલરોના નામનું લિસ્ટ મળી આવતા જુદી જુદી ટીમોએ પેડલરોની ધરપકડને લઈને કાર્યવાહી શરૂ કરી ત્યારે પેડલરોના નંબર સાથેનું લિસ્ટ મળી આવ્યું છે સાથે જ ફોનમાંથી પણ તમામ વિગતો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે શહેરમાં સતત બીજા દિવસે એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે, જે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પરમિલ ગાર્ડ પાસેથી શાહીદ ઉર્ફ રાજા શેખ અને ફૈજલ શેખ નામના પેડલરની ધરપકડ કરી છે. જેની પાસેથી 20 ગ્રામ એમડી ડ્રગ્સ કુલ 2.21 લાખનું મળી આવ્યું છે. આ ડ્રગ્સનો જથ્થો દાણીલીમડાના શાબાશખાન ઉર્ફે ટીપુ પઠાણ પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યુ. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે બે પેડલરની ધરપકડ કરી અન્ય એક સપ્લાયર ફરારની શોધખોળ શરૂ કરી છે, પરતું આ પેડલરો સાથે ડ્રગ્સ ડીલર અમીનાબાનું સંપર્કમાં હતી કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.