વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નો કાફલો જઈ રહ્યો હતો ત્યારે તેમણે એમ્બ્યુલન્સ માટે જગ્યા કરી આપી હતી. વડાપ્રધાન મોદીનો કાફલો જઈ રહ્યો હતો ત્યારે એમ્બ્યુલન્સ(Ambulance)ને જવા માટે રસ્તો કરી દેવામાં આવ્યો હતો અને પીએમ મોદીની કાર થોડી ક્ષણો માટે રોકાઈ ગઈ હતી. વડાપ્રધાનની કાર રોકાઈ જતા એમ્બ્યુલન્સ સરળતાથી પસાર થઈ ગઈ હતી. એક વ્યક્તિના જીવથી વિશેષ કંઈ ન હોય શકે તેનુ જીવતુ જાગતુ ઉદાહરણ પૂરુ પાડ્યુ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. એમ્બ્યુલન્સમાં રહેલી વ્યક્તિને તાત્કાલિક સારવાર મળતી થાય, દર્દીનું નિદાન થઈ શકે, તેનો જીવ બચી શકે આ બધી બાબતોને ધ્યાને રાખી વડાપ્રધાન મોદીના કાફલાએ (PM Convoy) એમ્બ્યુલન્સ માટે જગ્યા કરી આપી હતી.
અમદાવાદમાં મેટ્રોના ઉદ્દઘાટન સમારોહ સંપન્ન કરી વડાપ્રધાનનો કાફલો ગાંધીનગર રાજભવન તરફ જવા નીકળ્યો હતો. આ દરમિયાન એક પ્રોટોકોલ મુજબ રોડ પર માત્ર અન્ય કોઈ વાહનોને જવાની અનુમતી નથી હોતી. જે રોડ પરથી વડાપ્રધાનનો કાફલો પસાર થવાનો હોય ત્યાંથી એકપણ વાહન જ્યાં સુધી પીએમનો કાફલો પસાર ન થઈ જાય ત્યાં સુધી પસાર થતુ નથી. આ જ કડીમાં ગાંધીનગરથી અમદાવાદ જવાના માર્ગેથી વડાપ્રધાનના કાફલાની સાથે એમ્બ્યુલન્સને રાહ જોવા દેવાઈ ન હતી અને વડાપ્રધાનની કારને રોકીને પણ એમ્બ્યુલન્સને પસાર થઈ જવા દેવામાં આવી હતી.
વડાપ્રધાનની સિક્યોરિટી માટે અનેક પ્લાનિંગ કરવામાં આવતો હોય છે. પીએમ જ્યાંથી પસાર થવાના હોય એ રૂટ સંપૂર્ણપણે ક્લિયર કરી દેવામાં આવતો હોય છે. આ તમામ આયોજનો કોન્વોય પસાર થવાના એક કલાક અગાઉથી કરી નાખવામાં આવતા હોય છે.
આ જ દરમિયાન પીએમ મોદી રાજભવન ગાંધીનગર જવા રવાના થઈ રહ્યા હતા ત્યારે તેમના રૂટ પર એક એમ્બ્યુલન્સ આવી ગઈ હતી. ત્યારે પીએમ મોદીએ તેમની કાર સાઈડમાં કરાવી એમ્બ્યુલન્સને પસાર થવા માટે જગ્યા કરી આપી હતી. આ સાથે વડાપ્રધાન મોદીએ એક માનવતાનું ઉદાહરણ પણ પૂરુ પાડ્યુ છે. તેમણે એજ રૂટ પર એમ્બ્યુલન્સને આગળ જવા માટે રસ્તો કરી આપ્યો હતો. જ્યારે ઘણી બધી સિક્યોરિટી એજન્સી પીએમની સુરક્ષા માટે લાગેલી હોય છે એ સમયે એક કન્ટ્રોલ મેસેજ પાસ કરી આ રૂટ પરથી એમ્બ્યુલન્સને પસાર થવા દેવામાં આવી હતી. આ પ્રકારનું એક ઉમદા ઉદાહરણ ખુદ દેશના પ્રધાનમંત્રીએ પૂરુ પાડ્યુ છે.
ઈનપુટ ક્રેડિટ- મિહિર ભટ્ટ- અમદાવાદ
Published On - 3:13 pm, Fri, 30 September 22