AHMEDABAD : 144મી રથયાત્રાને લઇને પૂરજોશમાં તૈયારી, નગરચર્યાના રૂટ પર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

|

Jul 10, 2021 | 11:33 PM

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 144મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે રથયાત્રાને લઇને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.

AHMEDABAD : સોમવારે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 144મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે રથયાત્રાને લઇને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નાથ જે રૂટ પર નગરચર્યાએ નીકળવાના છે, ત્યાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ફૂટ પેટ્રોલિંગ કરીને રિહર્સલ કર્યું. આ ઉપરાંત રથયાત્રાને લઇને પોલીસની બેઠક પણ મળી. તો બીજી તરફ જે ખલાસી ભાઇઓ રથ ખેંચવાના છે, તેમના માટે કોરોના ટેસ્ટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું.

મોસાળથી આજે નિજ મંદિર પરત ફર્યા બાદ ભગવાનની નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણ વિધિ કરવામાં આવી. વિધિ બાદ સાધુ-સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં એક હજારથી વધુ સાધુ-સંતોને માલપૂઆ અને દૂધપાકનો પ્રસાદ લીધો.તો મહંત દિલીપદાસજી મહારાજે ભક્તોને ઘરે બેસી રથયાત્રાના દર્શન કરવા અપીલ કરી છે.

 

Published On - 11:33 pm, Sat, 10 July 21

Next Video