Ahmedabad : ભારતીય ટપાલ વિભાગ દ્વારા પોસ્ટ કાર્ડ લેખન સ્પર્ધા યોજાઈ, PM MODIને સંબોધીને વિદ્યાર્થીઓએ લખ્યા પોસ્ટ કાર્ડ

અમદાવાદની હિરામણી સ્કૂલ દ્વારા નવી પેઢીને પોસ્ટ કાર્ડની પ્રથા વિશે અવગત કરાવવા તેમજ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને 1000 જેટલા વિદ્યાર્થીઓએ પોસ્ટ કાર્ડ લખ્યા હતા.

Ahmedabad : ભારતીય ટપાલ વિભાગ દ્વારા પોસ્ટ કાર્ડ લેખન સ્પર્ધા યોજાઈ, PM MODIને સંબોધીને વિદ્યાર્થીઓએ લખ્યા પોસ્ટ કાર્ડ
| Edited By: | Updated on: Dec 18, 2021 | 5:39 PM

Ahmedabad : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતીય ટપાલ વિભાગ દ્વારા પોસ્ટ કાર્ડ લેખન સ્પર્ધા યોજાઈ. જેમાં સ્કૂલમાં ભણતી આજની પેઢી પોસ્ટ કાર્ડ ની પ્રથાથી વાકેફ થાય તે માટેનો નવતર અભિગમ અપનાવાયો હતો. જે અન્વયે પીએમ મોદીને સંબોધીને વિદ્યાર્થીઓએ પોસ્ટ કાર્ડ લખ્યા હતા. આ સ્પર્ધામાં બે વિષયોની થીમ આપવામાં આવી હતી.

દેશના સ્વાતંત્ર્ય સેનાની અને 2047 નું ભારત આ બે વિષયો પર 1000 જેટલા પોસ્ટ કાર્ડ લખાયા

અત્યારની પેઢીના બાળકો જે સતત મોબાઈલ, વીડિયો ગેમ અને સોશીયલ મીડિયાના કલ્ચર સાથે મોટા થઈ રહ્યા છે. તેમને ખ્યાલ પણ નહી હોય કે એક જમાનામાં જ્યારે વાર તહેવારે સ્વજનોને પોસ્ટકાર્ડ લખવામાં આવતા. ત્યારે એ અનુભવ શું હતો. પોસ્ટકાર્ડ ના એ અક્ષરો વાંચતી વખતે આપણા સ્વજનો નજર સમક્ષ હાજર થઈને આપણી સાથે વાત કરી રહ્યા હોય તેવી લાગણીઓ અનુભવાતી. ત્યારે અમદાવાદની હિરામણી સ્કૂલ દ્વારા નવી પેઢીને પોસ્ટ કાર્ડની પ્રથા વિશે અવગત કરાવવા તેમજ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને 1000 જેટલા વિદ્યાર્થીઓએ પોસ્ટ કાર્ડ લખ્યા હતા.

આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને બે વિષયોની થીમ આપવામાં આવી હતી, દેશના સ્વાતંત્ર્ય સેનાની અને 2047 નું મારા સપનાનું ભારત. આ બંને વિષયો પર વિદ્યાર્થીઓએ અલગ અલગ ડિઝાઈનોનો ઉપયોગ કરી તેમની કળાત્મક સૂઝબૂઝ વડે પોસ્ટ કાર્ડ લખ્યા હતા. આ સ્પર્ધામાં પસંદગી પામેલ શ્રેષ્ઠ પોસ્ટ કાર્ડ લખનાર વિદ્યાર્થીના પોસ્ટ કાર્ડ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં મોકલવામાં આવશે.

આ પણ વાંચો : Surat : ટ્રેનોમાં મહિલાઓની સુરક્ષાના દાવા વચ્ચે મહિલા યાત્રી સાથે યુવકોએ ગાળાગાળી કરી,ભેસ્તાન સ્ટેશન પર પતિ સહીત બે પર ચપ્પુ વડે હુમલો

આ પણ વાંચો : Vibrant Gujarat Global Summit : અમદાવાદ ખાતે 20મી ડિસેમ્બરે “લોકલથી ગ્લોબલઃ નિકાસલક્ષી પ્રગતિ” એક દિવસીય પ્રિ ઈવેન્ટ સમિટ યોજાશે, CMના હસ્તે શુભારંભ કરાશે