Ahmedabad : નર્મદા નદીના પૂર બાદ રાજનીતિ ગરમાઈ, કોંગ્રેસે પત્ર લખી ન્યાયિક તપાસ પંચની માગણી કરી

|

Sep 23, 2023 | 9:22 AM

તાજેતરમાં સરદાર સરોવર ડેમમાંથી 17 સપ્ટેમ્બરના રોજ છોડવામાં આવેલ 18 લાખ ક્યુસેક પાણીના કારણે તારાજી સર્જાઇ હતી. કોંગ્રેસે અગાઉ પાણી સંગ્રહ કરી નરેન્દ્ર મોદીના જન્મદિવસે પાણીના વધામણાં કરવાના આક્ષેપ કર્યા હતા. અચાનક પાણી કેવીરીતે આવી ગયું એ સંદર્ભે સરકાર જવાબ આપી રહી છે ત્યારે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સમગ્ર મામલે ન્યાયિક તપાસ પંચની માગણી કરી છે.

Ahmedabad : નર્મદા નદીના પૂર બાદ રાજનીતિ ગરમાઈ, કોંગ્રેસે પત્ર લખી ન્યાયિક તપાસ પંચની માગણી કરી

Follow us on

Ahmedabad: મધ્યપ્રદેશમાં ભારે વરસાદ (Rain)  બાદ સરદાર સરોવર ડેમમાંથી (Sardar Sarovar Dam) છોડાયેલ 18 લાખ ક્યુસેક પાણીએ તારાજી સર્જી હતી. ભરૂચ, અંકલેશ્વર અને નર્મદા જિલ્લાની તારાજી બાદ કોંગ્રેસે (Congress) સરદાર સરોવર ડેમમાંથી અચાનક છોડવામાં આવેલ પાણીના કેસમાં ન્યાયિક તપાસપંચની માગણી કરી છે. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખી તપાસપંચની માગણી કરી છે.

આ પણ વાંચો- Gujarat Weather Forecast : આજે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની શક્યતા, જુઓ Video

તાજેતરમાં સરદાર સરોવર ડેમમાંથી 17 સપ્ટેમ્બરના રોજ છોડવામાં આવેલ 18 લાખ ક્યુસેક પાણીના કારણે તારાજી સર્જાઇ હતી. કોંગ્રેસે અગાઉ પાણી સંગ્રહ કરી નરેન્દ્ર મોદીના જન્મદિવસે પાણીના વધામણાં કરવાના આક્ષેપ કર્યા હતા. અચાનક પાણી કેવી રીતે આવી ગયું એ સંદર્ભે સરકાર જવાબ આપી રહી છે ત્યારે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સમગ્ર મામલે ન્યાયિક તપાસ પંચની માગણી કરી છે.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

અમિત ચાવડાએ પત્રમાં લખ્યું છે કે ઉપરવાસમાં પડતા વરસાદ અને સરદાર સરોવર નર્મદા ડેમની ઉપર નર્મદા નદી પરના ડેમોમાંથી છોડવામાં આવતા પાણી અંગે વહીવટી તંત્રને માહિતી હોય છે. તે મુજબ ઉપરવાસમાં પડેલા વરસાદ અને ઉપરવાસના ડેમોમાંથી છોડવામાં આવેલા પાણી અંગે વહીવટી તંત્ર જાણતું જ હતું. આવી પરિસ્થિતિમાં નિયમોનુસાર આવકના અંદાજ મુજબ પાણી છોડવાનું હોય છે. જેથી ડેમના નીચાણવાળા ભાગમાં નદીકાંઠા વિસ્તારોમાં નુકસાન ન થાય.

તેમ છતાં પાણી છોડવાના બદલે સંગ્રહ કરવામાં આવ્યો અને 17 સપ્ટેમ્બરના દિવસે નીચાણવાળા વિસ્તારોમાં જાણ કે ચેતવણી આપ્યા વગર એકસાથે 18 લાખ કયૂસેક કરતાં વધુ પાણી છોડાતાં ઘરવખરી, દુકાનો અને ખેતીને નુકસાન થયું. આમ, નર્મદા ડેમમાંથી પાણી છોડવાથી થયેલ નુકસાની કુદરતી આફત નથી પરંતુ માનવ સર્જીત આફત હોવનો ઉલ્લેખ અમિત ચાવડાએ પત્રમાં કર્યો છે.

ન્યાયિક તપાસપંચ રચો:ચાવડા

અમિત ચાવડાએ પત્રમાં લખ્યું છે કે નર્મદા ડેમમાં પાણી સંગ્રહ કરવા અને 17 સપ્ટેમ્બરના પાણી એકસાથે છોડવાનો નિર્ણય કઈ કક્ષાએથી લેવામાં આવ્યો. પાણી છોડવાનું પ્રસ્થાપિત પ્રોટોકોલ અને સલામતીનાં પગલાંઓ અનુસરવામાં આવ્યા હતા કે કેમ તેની તપાસ કરવી જરૂરી છે. નર્મદા પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન નાગરીકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.

નાગરીકો દ્વારા એ પણ આક્ષેપ થઈ રહ્યો છે કે 17મી સપ્ટેમ્બરના વડાપ્રધાનના જન્મ દિવસે જ નર્મદાનું પાણી છોડીને નીરના વધામણાં કરવા સારૂ પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. નાગરીકોમાં વિશ્વાસ જાળવવા માટે આવી બાબતોમાં પારદર્શિતા બહાર આવે તે માટે ન્યાયિક તપાસ થાય તે માટે નામદાર હાઈકોર્ટના સીટિંગ જજ મારફતે ખાસ તપાસ પંચ નીમીને તપાસ કરાવવા માગ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article