
અમદાવાદ SVP હોસ્પિટલના નર્સિગ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. પગાર કાપી લેવાતા નર્સિગના 75 કર્મચારી SVP કેમ્પસમાં એક્ઠા થયા છે. કોન્ટ્રાકટ પર રાખતી કંપની દ્વારા પગાર ઘટાડવાની જાણ કરાતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. 30 હજારના બદલે 22 હજાર અને 20 હજારના બદલે 14 હજાર પગાર ચુકવાશે. ત્યારે પગારમાં કાપ મુકતાં કર્મચારીઓમાં વિરોધનો સૂર જોવા મળ્યો છે. ભાજપ નેતા ભરત પંડ્યાએ પગાર પર કાપ મુકવાના નિર્ણયને અયોગ્ય અને અમાનવીય ગણાવ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે નર્સિગના સ્ટાફ માટે વળતરની માગ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 9:23 am, Mon, 8 June 20