Ahmedabad: સિંધુ ભવન રોડ ઉપર સ્ટંટ કરનારા તત્વો સામે પોલીસે ભર્યા પગલાં, જાણો વાયરલ Videoની હકીકત

ગત રોજ સિંધુ ભવન રોડનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કેટલાક આવા તત્વો સ્ટંટ કરી રહ્યા હતા. આ વીડિયો વાયરલ થતા સરખેજ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. જોકે આ વીડિયો બે વર્ષ પહેલાનો હોવાની વિગતો બહાર આવી છે.

Ahmedabad: સિંધુ ભવન રોડ ઉપર સ્ટંટ કરનારા તત્વો સામે પોલીસે ભર્યા પગલાં, જાણો વાયરલ Videoની હકીકત
| Edited By: | Updated on: Feb 18, 2023 | 4:12 PM

શહેરનો સિંધુભવન રોડ શહેરના યુવાનો માટે હરવા ફરવાનું સ્થળ બન્યો છે, જોકે કેટલાક અસામાજિક તત્વોએ અહીં સ્ટંટના જોખમી વીડિયો બનાવીને કાયદો વ્યવસ્થાને પડકારતા હોય છે આવા જ એક કિસ્સામાં વાયરલ થયેલા વીડિયોમાં પોલીસે પગલાં લીધાં છે. ગત રોજ સિંધુ ભવન રોડનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કેટલાક આવા તત્વો સ્ટંટ કરી રહ્યા હતા. આ વીડિયો વાયરલ થતા સરખેજ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. જોકે આ વીડિયો બે વર્ષ પહેલાનો હોવાની વિગતો બહાર આવી છે.

સરખેજ પોલીસે જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તપાસમાં જાણ થઈ હતી કે કોઈ મિત્રના જન્મદિવસે આ વીડિયો બનાવવામાં આવ્યો હતો. જે બે વર્ષ પહેલાનો છે અને હાલમાં સોશિયલ મીડિયામાં કોઈએ આ વીડિયો વાયરલ કર્યો હતો. આથી પોલીસે આવા તત્વનો સામે લાલ આંખ કરીને દાખલો બેસાડતા ગુનો નોંધીને આસિફ અલી સૈયદ, હાઝીમ શેખ અને શાહ નવાઝ શેખની અટકાયત કરી હતી. તેમજ કારમાં સવાર અન્ય લોકોને નોટિસ આપવામાં આવી હતી.

અગાઉ પણ પોલીસે આ વિસ્તારમાં સ્ટંટ કરતા લોકોને બક્ષવામાં નહીં આવી તેવી ખાતરી આપી હતી અને ત્યારથી કદાચ એક પણ નબીરાઓની સ્ટંટ કરવા કે કાયદાનું ઉલ્લંઘન કરવાની હિંમત નથી જાગી. ત્યારે આગામી સમયમાં પણ આવા આવારા તત્વો દેખાશે તો તેની સામે કાર્યવાહી કરવા પોલીસે ખાતરી આપી છે

દીવાળીમાં પણ  નબીરાઓએ જાહેરમાં ફોડ્યા હતા ફ્ટાકડા

નોંધનીય છે  કે દીવાળીના તહેવારમાં સિંધુ ભવન રોડ ઉપર લોકોના જીવના જોખમ  મૂકાય તે રીતે રોડ પર આડેધડ વાહનો ફેરવી ફટકાડા ફોડ્યા હતા, જેના વીડિયોએ હાહાકાર મચાવી દેતા સરખેજ પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. ત્યારે હવે ફરી આવો જ એક વીડિયો સામે આવ્યો  હતો. જેમાં કેટલાક તત્વો સિંધુભવન રોડ પર લોકોના જીવ જોખમાય એ રીતે ગાડી લઈને નીકળ્યા અને રીલ બનાવતા હતા. જેને લઈને પોલીસે ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

Follow Us